બેલ્ગ્રેવ પીપુલ સેન્ટર દ્વારા ફ્રી મીલ સર્વિસ યથાવત

Saturday 01st August 2020 06:43 EDT
 
 

લેસ્ટરઃ પીપુલ સેન્ટરના વોલન્ટિયર્સ ફ્રી મીલ સર્વિસ ચાલુ રાખવામાં મદદરૂપ બની રહ્યા છે. કોવિડ-૧૯ને લીધે સેન્ટરને તેની ઘણી સુવિધાઓ બંધ કરવાની ફરજ પડી હતી. સંસ્થાની નાણાંકીય પરિસ્થિતિ પણ કથળી ગઈ છે. તે છતાં બેલ્ગ્રેવની આ સામાજિક સંસ્થા લોકડાઉન વખતે જેમને જરૂર હતી તેવા પરિવારોને અઠવાડિક ધોરણે ૫,૦૦૦ મીલ્સ પૂરા પાડી રહી છે.

સંસ્થાના બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર નેશ છત્રાલિયાએ જણાવ્યું હતું કે અમને ઘણાં કેન્સલેશન્સ મળ્યા હતા અને બધું જ બંધ છે. શું થશે તેની અમને ખબર નથી પરંત, અમે સમાજને પાછું વાળી શકીએ છીએ તેનો અમને આનંદ છે. લોકડાઉનની શરૂઆતથી જ પીપુલ સેન્ટર ફ્રી મીલ્સ પૂરા પાડી રહ્યું છે.

જોકે, ઓછી આવક વચ્ચે ફ્રી મીલ સર્વિસ ચાલુ રાખવા માટે સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ એન્વાયર્નમેન્ટ, ફૂડ એન્ડ રૂરલ અફેર્સ પાસેથી ગ્રાન્ટ મેળવવામાં આવી છે અને સેન્ટર દ્વારા અ્ત્યાર સુધીમાં ૨૫,૦૦૦ મીલ્સ પહોંચાડવામાં આવ્યા છે. સેન્ટરના મુખ્ય સંપર્ક નંબરના ઉપયોગથી ત્રણ કિ.મીના ઘેરાવામાં રહેતા લેસ્ટરના રહીશો દર સોમવાર વહેંચવામાં આવતા મીલ પેકેજ મેળવી શકશે.

૪૦ વોલન્ટિયર્સની ટીમ દ્વારા કાર્યરત આ સેવાનો વિચાર સેન્ટરના ચેરમેન અનિલ ભણોતને આવ્યો હતો. દર અઠવાડિયે મીલ્સ તૈયાર કરીને પેક કરવામાં આવે છે, જેમાંથી ૪,૫૦૦ પેકેટ જરૂરતમંદ પરિવારોને આપવામાં આવે છે. બાકીના ૫૦૦ પેકેટ શહેરમાં ઉભા કરાયેલા વિવિધ કોવિડ-૧૯ ટેસ્ટ સેન્ટરો પર ફરજ બજાવતા વોલન્ટિયર્સ સહિત અગ્રણી કર્મચારીઓને ડોનેટ કરાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter