લેસ્ટરઃ નિર્મલ તન્ના, કેવિન હોલીઓકે અને માર્ક પર્સિવલને પાંચ લાખ પાઉન્ડ કરતા વધુ રકમના મની લોન્ડરિંગ ગુનામાં લેસ્ટર ક્રાઉન કોર્ટે ૨૩ જાન્યુઆરીએ કેદની સજા ફરમાવી છે. નિર્મલ તન્નાને પાંચ વર્ષ કરતા વધુ, કેવિન હોલીઓકેને ૧૮ મહિના તેમજ માર્ક પર્સિવલને ૧૨ મહિનાની સસ્પેન્ડેડ કેદની સજા ફરમાવાઈ છે. સ્વીટ્ઝર્લેન્ડનો નિર્મલ તન્ના અગાઉ લેસ્ટરના ઓડબીમાં રહેતો હતો.
આ કેસ બે કંપની વચ્ચેના પેમેન્ટની વિગતોમાં હેરફેરને લગતો છે. SIS લિમિટેડને વ્યાપારી સંબંધ ધરાવતી કંપનીએ પત્ર મોકલ્યો હોય તેવો પત્ર મળ્યો હતો. તેને સાચો માનીને SIS લિમિટેડે કુલ ૫૦૦,૦૦૦ પાઉન્ડના બે પેમેન્ટ મે અને જૂન ૨૦૧૨માં કર્યા હતા. આ નાણાં તન્ના લેન્ડ ઈન્વેસ્ટમેન્ટ સહિત બોગસ ખાતામાં ગયા હતા. હોલિઓકે આ ટ્રાન્ઝેક્શન સાચુ ઠેરવવા પોતાના બિઝનેસનો ઉપયોગ કર્યો હતો.