લેસ્ટરઃ ભારતીય મૂળની ૩૫ વર્ષીય મહિલા અમનદીપ કૌરનો મ઼તદેહ લેસ્ટરશાયરના થુર્મેસ્ટન ટાઉનના એક ઘરમાંથી ત્રીજી ફેબ્રુઆરીએ મળી આવ્યો હતો. પોલીસે ૩૮ વર્ષના બલદીપસિંહની ધરપકડ કરી હત્યાના આરોપ સાથે લેસ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો.
થુર્મેસ્ટનના ડોવડેલ રોડ ખાતેના એક ઘરમાં ડોમેસ્ટિક ઘટનાના રિપોર્ટિંગના પગલે લેસ્ટરશાયર પોલીસે તપાસ આરંભતા મહિલાનો મૃતદેહ મળ્યો હતો. પડોશીઓેએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે પરિવાર થોડાં મહિના અગાઉ જ આ વિસ્તારમાં ભાડે રહેવા આવ્યો હતો. દંપતી એક વૃદ્ધ પુરુષ અને બે નાના બાળકો સાથે આ સ્થળે રહેતું હતું.
લેસ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટમાં ટુંકી સુનાવણીની વધુ વિગતો જાહેર કરાઈ નથી. બલદીપસિંહે પંજાબી ટ્રાન્સલેટરની સહાયથી પોતાના નામ, સરનામા અને જન્મ તારીખની વિગતો નોંધાવી હતી. પ્રી-ટ્રાયલ સુનાવણી આગામી મહિને લેસ્ટર ક્રાઉન કોર્ટમાં કરાશે.