લેસ્ટરઃ રાજીવ ચંદ્રકાંત વ્યાસને લેસ્ટર ક્રાઉન કોર્ટે સોમવાર ૯મેએ ૩૮ મહિનાની જેલની સજા ફરમાવી હતી. લેસ્ટરના રહેવાસી અને રાજુ વ્યાસ તરીકે વધુ જાણીતા અપરાધીને અપ્રામાણિકતા, પોતાના અથવા અન્ય માટે લાભ મેળવવા માટે ખોટી રજૂઆતો તેમજ અન્યને નુકસાન કરવા અને કોઈને જોખમમાં મૂકવાના આરોપસર આ સજા કરવામાં આવી હતી.