લેસ્ટરઃ ન્યૂ કેસલ ક્રાઉન કોર્ટે ગેરલાયકાત અને ઈન્સ્યુરન્સ ન હોવા છતાં વાહન ચલાવવાના ગુના સહિત અપરાધો બદલ લેસ્ટરના ૨૯ વર્ષીય પ્રતિભાશાળી ડાન્સર સતવિન્દર સિંહને ૧૨ મહિના માટે સસ્પેન્ડ કરાયેલી છ મહિનાની જેલની સજા ફરમાવી હતી. આ ઉપરાંત, ૧૬૦ કલાક અવેતન કામગીરી, £૧,૨૦૦નો દંડ અને બે વર્ષ સુધી ડ્રાઈવિંગના પ્રતિબંધના આદેશો અપાયા હતા.
ગત ૨૮ ઓગસ્ટે લેવલ ક્રોસિંગ પર લાલ લાઈટ હોવા છતાં ત્યાંથી પસાર થવાની ઉતાવળ દરમિયાન કાર અને ટ્રેન વચ્ચે અકસ્માતમાં સતવિન્દર સિંહનો અદભૂત બચાવ થયો હતો. તે પોતાના ભાઈની કાર લઈ ડાન્સ પરફોર્મન્સ માટે જઈ રહ્યો હતો. જોકે, અથડામણમાં કોઈનું મોત ન થવા વિશે જજે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.