લેસ્ટરઃ યુકેસ્થિત હાઈ કમિશન ઓફ યુગાન્ડા અને લેસ્ટર તથા મીડલેન્ડ્સના યુગાન્ડાના ઓનરરી કોન્સલ જાફર કપાસી OBEના સહયોગથી આગામી ૩૦મી મેએ લેસ્ટરમાં ‘યુગાન્ડા - યુકે બિઝનેસ ફોરમ ૨૦૧૯’નું આયોજન કરવામાં આવ્યું છે.
યુકે અને આયર્લેન્ડ ખાતેના યુગાન્ડાના હાઈ કમિશનર જુલિયસ પીટર મોટો, યુગાન્ડા નેશનલ ઓઈલ કંપનીના સીઈઓ જોસેફીન વાપાકાબુલો, યુગાન્ડાના ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર લોરેન્સ બ્યેન્સી, નેશનલ એગ્રીકલ્ચર એડવાઈઝરી સર્વિસીસના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. સેમ્યુઅલ મુગાસી સહિતના વક્તાઓ માર્ગદર્શન પૂરું પાડશે.
કાર્યક્રમમાં મૂડીરોકાણ અને રોકાણ બાદની સંભાળ સાથે સંકળાયેલા યુગાન્ડાના રાષ્ટ્રીય અગ્રીમતાના ક્ષેત્રો અને ઉદ્યોગોમાં મૂડીરોકાણની તકો વિશે માહિતી અપાશે. યુગાન્ડા અને યુકેના માર્કેટમાં બિઝનેસ એક્સપોર્ટની તકો વિશે પણ સમજણ અપાશે. યુકે ખાતેના યુગાન્ડાના હાઈ કમિશનર, તેમની ટીમ અને વીઆઈપી વક્તાઓ સાથે બિઝનેસ સંબંધિત વન-ટુ-વન ચર્ચાનો પણ લાભ મળશે. આ ઉપરાંત, યુગાન્ડામાં વિકસી રહેલી મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રીમાં ભાગીદારી વિશે જાણવા મળશે. યુગાન્ડાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં ફાઈનાન્સ કરી શકાશે અને યુગાન્ડામાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસની માહિતી પણ આપવામાં આવશે.
આ કાર્યક્રમ દ્વારા કોન્ટેક્ટ્સ અને બિઝનેસ એસોસિએટ્સનું નેટવર્ક વિસ્તારવામાં મદદ મળશે. આ કાર્યક્રમમાં નિષ્ણાતો, બિઝનેસ અગ્રણીઓ, પ્રોફેશનલ્સ અને યુગાન્ડા તેમજ યુકેની જાણીતી સંસ્થાઓના પ્રતિનિધિઓ એક સ્થળે ઉપસ્થિત રહેશે. પ્રતિનિધિઓેને બિઝનેસ વિશે સલાહસૂચન, એક્સપોર્ટ્સ અને ઈન્વેસ્ટમેન્ટ માટે અગ્રીમતાના સેકટરો સંબંધિત સાહિત્ય પણ અપાશે.
લેસ્ટરમાં નાઈટન રોડ પર આવેલા કોલેજ કોર્ટ કોન્ફરન્સ સેન્ટર ખાતે ૩૦ મેએ સવારે ૯થી બપોરે ૪ દરમિયાન આ ફોરમ યોજાશે.
વધુ માહિતી માટે સંપર્ક. યુગાન્ડા હાઈ કમિશન 020 7839 5783