આપણા સૌમાં સુસંસ્કાર અને શિક્ષણનું સિંચન કરીને આપણા વિકાસની કેડી કંડારનાર ૮૦ વર્ષ કરતા વધુ વયના વડિલોના સન્માન સમારોહનું શાનદાર આયોજન તા. ૨૧મી માર્ચના રોજ લેસ્ટર સ્થિત શ્રી સનાતન મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ૮૦ વર્ષની વય કરતા પણ વધારે વય ધરાવતા ૧૦૦ ઉપરાંત વડિલોનું જાજરમાન સન્માન કરાયું હતું. પ્રસ્તુત તસવીરમાં અંબાબેન ડાહ્યાનું સન્માન કરતા જમણેથી લેસ્ટર ઇસ્ટના એમપી શ્રી કિથ વાઝ તેમજ ડાબેથી સનાતન મંદિર, પ્રેસ્ટનના પ્રમુખ શ્રી રમણભાઇ બાર્બર તેમજ 'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ'ના તંત્રી પ્રકાશક શ્રી સીબી પટેલ નજરે પડે છે. વધુ માહિતી તેમજ સચિત્ર અહેવાલ માટે જુઅો આગામી અંક.