શ્રીજીધામ હવેલી, લેસ્ટર ખાતે ગો. શ્રી દ્વારકેશલાલજી મહારાજ, તેમના સુપુત્રો શ્રી આશ્રયકુમારજી તેમજ શ્રી શરણકુમારજીના સાન્નિધ્યમાં માધુર્ય મહોત્સવની ઉજવણી કરાઇ હતી અને સૌએ વચનામૃત અને છપ્પનભોગનો લાભ લીધો હતો. તા. ૧૩-૫-૧૫ના રોજ શ્રી પ્રભુને પલને ઝુલાવી નંદ મહોત્સવનો લાભ લીધો હતો અને લંડનમાં પધરામણી દરમિયાન વૈષ્ણવ સૃષ્ટી અને પુષ્ટિનિધિ યુકેના ટ્રસ્ટીઅો અને શ્રી વલ્લભનિધિ યુકેના ચેરમેન નરેન્દ્રભાઇ ઠકરાર અને શ્રી મહેન્દ્રભાઇ પટેલે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તા. ૧૬ના રોજ શ્રીજીધામથી ડાયાબીટીશ સઅને થેલેસીમીયા અને અોર્ગન ડોનેશન કેમ્પના લાભાર્થે ચેરીટી વોક યોજાઇ હતી. તા. ૧૭ના રોજ છપ્પનભોગનું આયોજન કરાયું હતું.
આ પ્રસંગે તેમના સાન્નિધ્યમાં લંડન ખાતે 'પુષ્ટિ યુથ'ની રચના પણ કરવામાં આવી હતી અને વિવિધ પ્રવૃત્તિઅોની માહિતી આપવામાં આવી હતી. પૂ. દ્વારકેશલાલજી મહારાજના વિદેશ પ્રવાસ દરમિયાન વેમ્બલી વલ્લભનિધિ મંદિર ખાતે ૫મા વાર્ષિક આયોજન દરમિયાન છપ્પનભોગ મનોરથ, ગીતા પર પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું છે. મહારાજશ્રી વિવિધ શહેરોના યુવાનોને વૈદિક સનાતન હિન્દુ ધર્મનું જ્ઞાન મળે તે માટે સક્રિય પ્રયાસો કરવા સમજ આપી છે. સંપર્ક: પ્રવિણભાઇ મજીઠીયા 07971 626 464.