સમયાંતરે શાળામાં ૪૨૦ વિદ્યાર્થી માટે બેઠકોની વ્યવસ્થા થશે, જેમાં ઓછામાં ઓછાં ૫૦ ટકા બેઠક બીન-શીખ વિદ્યાર્થી માટે રખાશે. હેડ ટીચર જસબીર માને જણાવ્યું હતું કે, ‘આ શાળાનું નિર્માણ શીખ સિદ્ધાંતોના આધારે થયું છે, પરંતુ અમે જે મૂલ્યોનું સિંચન કરીએ છીએ તે અન્ય શાળાઓને સુસંગત બની રહેશે. અમારું નિર્માણ પર્યાવરણ પ્રતિ તેમ જ પારસ્પરિક સહૃદયતા, સન્માન, ધૈર્ય અને શ્રદ્ધાના સિદ્ધાંતો પર થયું છે.’