હેકનીના આ બે ભાઈ એડ્રિયન વોક ખાતે સપ્ટેમ્બર ૨૦૧૨માં ત્રણ વ્યક્તિ પર હિંસક હુમલા અને લૂંટના ગુનામાં સંકળાયેલા હતા. ગુનાખોર ટોળીએ રોકડ રકમ, સીસીટીવી સર્વર અને ટેલીવિઝન સહિત અનેક વસ્તુઓની લૂંટ ચલાવી હતી. આરોપી ભાઈઓએ ગુનો આચર્યાનો ઈનકાર કર્યો હતો, પરંતુ ગયા મહિને તેમને દોષિત ઠરાવાયા હતા.
સેક્સ હુમલા માટે નગ્ન વ્યક્તિને જેલ (સિંગલ)
હેરોઃ ૧૭ વર્ષની છોકરી પર જાતીય હુમલા અને આગચંપીના ગુનામાં ડેનિયલ પટેલ નામના વિકૃત માનવીને હેરો ક્રાઉન કોર્ટે પાંચ વર્ષની જેલની સજા ફરમાવી છે. કેન્ટોનના કેનમોર રોડ પર બગીચાની ફેન્સ પાછળ ડ્રગ્સની અસર હેઠળ નગ્ન હાલતમાં છુપાયેલા ડેનિયલ પટેલે ગયા વર્ષે જૂન મહિનામાં ૧૭ વર્ષની છોકરી પર હુમલો કર્યો હતો. તેને પકડવા પોલીસ અધિકારીઓને ગેસના ઉપયોગની ફરજ પડી હતી. આ અગાઉ તેણે ગત વર્ષે એપ્રિલ મહિનામાં બે સ્થળે આગ પણ લગાવી હતી.
એશિયન જ્વેલરીની ભાળ માટે અપીલ
વેમ્બલીઃ હજારો પાઉન્ડની સોનાની જ્વેલરી ચોરનારા અપરાધીઓની ભાળ મેળવવા પોલીસ ડિટેક્ટિવોએ માહિતી માટે અપીલ કરી છે. ગત વર્ષે ૨૮ ડિસેમ્બરે વેમ્બલીના ધ એવન્યુ વિસ્તારના એશિયન પરિવારના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ઘરમાંથી હજારો પાઉન્ડના મૂલ્યની સોનાની જ્વેલરી ચોરવામાં આવી હતી. ચોરોએ પ્રોપર્ટીની બારી ખોલી ઘરમાં ઘૂસણખોરી કરી હતી. પોલીસે ચોરી કરાયેલી કેટલીક જ્વેલરીની તસવીરો પણ જારી કરી છે. માહિતી ધરાવતી વ્યક્તિએ બ્રેન્ટ પોલીસને 101 નંબર અથવા ક્રાઈમસ્ટોપર્સને 0800 555 111 નંબર પર ફોન કરવા જણાવાયું છે.