એક નાગરિકે મૃતદેહ જોયા પછી પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ફોરેન્સિક તપાસ શરૂ કરી હતી. લેસ્ટરશાયર પોલીસ મહિલા પ્રવક્તાએ જણાવ્યા અનુસાર મૃત્યુ અંગે શંકાસ્પદ સંજોગો છે કે કેમ તે વિશે ઓફિસરો તપાસ કરી રહ્યા છે.
ઈબોલાના ચિહ્નો સાથેના પ્રવાસી નોર્થવિક પાર્ક હોસ્પિટલમાં મોકલાશે
હેરોઃ ઈબોલા વાયરસના લક્ષણો સાથે હીથ્રો વિમાનમથકે ઉતરતા પ્રવાસીઓને વધુ પરીક્ષણો અને નીરિક્ષણની જરૂર હોય તેમને હેરોની નોર્થવિક પાર્ક હોસ્પિટલમાં મોકલી અપાશે. ઈબોલા પરીક્ષણો પોઝિટિવ જણાશે તેમને હેમ્પસ્ટીડની રોયલ ફ્રી હોસ્પિટલમાં સ્પેશિયલ આઈસોલેશન યુનિટમાં સારવાર માટે ટ્રાન્સફર કરાશે. સિએરા લિયોનથી ગ્લાસગો થઈને પાછી ફરેલી બ્રિટિશ એઈડ વર્કર પૌલીન મેકકાફ્રી રોયલ ફ્રી હોસ્પિટલમાં ગંભીર અવસ્થામાં છે.