લેસ્ટરઃ ઘરવિહોણા પરિવારોને માથું છુપાવવા છત મળતી નથી ત્યારે લેસ્ટરમાં લાંબા સમયથી એટલા બધા ખાલી મકાનો પડ્યા છે કે તેના અડધા ઘરમાં જ તમામ ઘરવિહોણા પરિવારોને સમાવી શકાય. જૂન મહિના માટે જાહેર સરકારી આંકડા મુજબ લેસ્ટરમાં 1,859 ઘર છ મહિના કે તેથી વધુ સમયથી ખાલી પડેલા છે.
આની સામે સેંકડા બાળકો સહિત 873 પરિવારો હોટેલ્સ અને B&Bજેવા હંગામી એકોમોડેશન્સમાં રહે છે. આ ખાલી મકાનો જરૂરિયાતમંદ પરિવારોના ઉપયોગમાં લાવી શકાય તેવો હસ્તક્ષેપ કરવા ચેરિટીઝે સરકારને હાકલ કરી છે. ઘરવિહોણા લોકોને નિવાસ આપવા સરકાર દર વર્ષે કરદાતાઓની આશરે 2 બિલિયન પાઉન્ડ જેટલી રકમ હોટેલ્સ અને B&Bને આપે છે.
સ્થાનિક કાઉન્સિલો ઘરવિહોણા પરિવારોને હંગામી નિવાસોમાં છ સપ્તાહથી વધુ સમય નહિ રાખી શકે તેવી નેશનલ પોલિસી છે. જોકે, કાઉન્સિલ મકાનોની અછત હોવાથી આ લક્ષ્ય પાર પડતું નથી. લેસ્ટરમાં એપ્રિલથી જૂનના ગાળામાં 247 ઘરવિહોણા પરિવાર B&Bમાં રહેતા હતા જે છ સપ્તાહની મર્યાદાથી વધુ સમયથી વસે છે જેમાં, ચર્નવૂડ (861 ખાલી ઘર સામે 91 ઘરવિહોણા પરિવાર), મેલ્ટન (161 ખાલી ઘર સામે 31 ઘરવિહોણા પરિવાર), નોર્થ વેસ્ટ લેસ્ટરશાયર (427 ખાલી ઘર સામે 17 ઘરવિહોણા પરિવાર), ચર્નવૂડ (861 ખાલી ઘર સામે 91 ઘરવિહોણા પરિવાર), ચર્નવૂડ (861 ખાલી ઘર સામે 91 ઘરવિહોણા પરિવાર)નો સમાવેશ થાય છે.