લંડનઃ લેસ્ટરમાં નવી બસ સેવાઓના પ્રારંભ સાથે સિટી નેટવર્કમાં બદલાવની જાહેરાત કરાઇ છે. રૂશે મીડ માટે સાંજની નવી દર કલાકે બસ સેવા સહિત મહત્વના બદલાવ પણ કરવામાં આવી રહ્યાં છે. ફર્સ્ટ બસ લેસ્ટર કંપનીએ જણાવ્યું છે કે લેસ્ટરને આ બદલાવથી ઘણા લાભ થશે. વધારાની 9000 બસ સીટની સુવિધા થઇ રહી છે અને પ્રતિ સપ્તાહ 180 કલાકની વધારાની સેવા શરૂ કરવામાં આવી રહી છે.
લેસ્ટર બસ સેવામાં કરાયેલા બદલાવ
સર્વિસ 4 – સિટી સેન્ટરથી રૂશે મીડ – નવું સમયપત્રક
સર્વિસ 4ઇ – રૂશે મીડ માટે સાંજની નવી બસ સેવા
સર્વિસ 13 ડબલ્યૂ – નારબરોથી ઓપ્ટિમસ પોઇન્ટ
સર્વિસ 14 અને 14એ – સિટી સેન્ટરથી ન્યૂ પાર્ક્સ અને કર્બી ફ્રિથ હોસ્પિટલ
સર્વિસ 15 – સિટી સેન્ટરથી ગૂડવૂડ
સર્વિસ 17– સિટી સેન્ટરથી હાઇ ફિલ્ડ
સર્વિસ 18 - સિટી સેન્ટરથી બ્રાઉનસ્ટોન
સર્વિસ 19 – ફોસે પાર્ક, મેરિડિયન બિઝનેસ પાર્ક, થોર્પ એશલી
સર્વિસ 21 – સિટી સેન્ટરથી થર્મેસ્ટન
સર્વિસ 54 – સિટી સેન્ટરથી બ્યુમોન્ટ સેન્ટર