ખાસ પધારેલા સિસ્ટર જયંતિએ કહ્યું હતું કે, ‘કેનાલના કિનારે અદભૂત વાઈબ્રેશન સાથેનું આ ઘર સર્વેને શાંતિ આપશે.’ જ્યારે યુરોપના વડા સુદેશી દીદીએ આ મકાનને પ્રભુના આશીર્વાદ કહ્યા હતા.
સમારંભની શરૂઆત કરતા બિલ્ડીંગ પ્રોજેક્ટના રતનભાઈ થડાનીએ કહ્યું હતું કે ૨૫ હજાર સ્કેવર ફૂટનું બિલ્ડીંગ માત્ર ૬ મહિનામાં પૂર્ણ કરાયું છે. ડિવાઈન વાઇબ્રેશનથી ૧૨ મહિનાનો પ્રોજેક્ટ માત્ર છ મહિનામાં પૂર્ણ થયો. આ પછી બ્રહ્માકુમારીના વડા દીદી જાનકીનો ખાસ વિડીયો સંદેશ ૩૦૦ વ્યક્તિની ભરચક હાજરીમાં દર્શાવાયો હતો. આ પ્રસંગે લેસ્ટરના જાણીતા વ્યક્તિઓ અને કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યાં હતાં.
લોર્ડ મેયર થોમસ, કાઉન્સિલર મંજુલા સૂદ, અશોક વર્મા, હસમુખ તન્ના, વિક શેટ્ટી, જયંતિભાઈ ચંદારાણા, જાફર કપાસી, રેશમ સિંહ, બીબીસીના કમલેશ પુરોહિત, મુકેશ નાકર, લલિતાબહેન પ્રફુલ્લ પટ્ટણી ઉપરાંત લોકલ ઈન્ડસ્ટ્રીના રીચાર્ડ બુસીઆની હાજર હતા. સિસ્ટર જયંતિ અને સિસ્ટર સુદેશી દીદીના દિવ્ય પ્રાસંગિક પ્રવચન સાથે સિસ્ટર લુસીન્ડાના ગીત સાથ પૂર્ણાહૂતિ થઈ. સમારંભનું સંચાલન એન્થોની અને સિસ્ટર લેવરલીએ કર્યું હતું. આ મકાન મુખ્ય હોલ અને અનેક રૂમો બ્રહ્માકુમારી સ્પિરિચ્યુઅલ યુનિવર્સિટીની પ્રવૃત્તિઓ માટે વપરાશે.