લંડનઃ લેસ્ટરમાં 76 વર્ષીય માતાની ઘાતકી હત્યા કરનાર સંદીપ સિંહે મંગળવારે આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. સંદીપ સિંહે લઘુત્તમ 31 વર્ષ જેલના સળિયા પાછળ વીતાવવા પડશે. લેસ્ટર પોલીસે જણાવ્યું હતું કે, અમને 13 મે 2024ના રોજ લેસ્ટરની બોલ્સોવર સ્ટ્રીટ ખાતેથી ભજન કૌરનો મૃતદેહ મળ્યાની માહિતી મળી હતી. તેના માથા અને ચહેરા પર સંખ્યાબંધ ઇજાઓ જોવા મળી હતી.
પોલીસે તપાસ બાદ 48 વર્ષીય સંદીપસિંહની ધરપકડ કરી હતી. મિલકતના વિવાદમાં તેણે માતાની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું હતું. અગાઉ પણ ભજન કૌરે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેના પગલે તેની ધરપકડ કરાઇ હતી. સંદીપ તેના વાહનમાં જ રહેતો હતો અને હત્યાના દિવસે કૌરે તેને ઘરમાં આવવાની પરવાનગી આપી હતી.