લંડનઃ લેસ્ટરના ક્વીનબરો રોડ પર આવેલી પ્રોપર્ટીમાંથી 16મી માર્ચના રોજ હજારો પાઉન્ડની કિંમતના સોનાના ઘરેણાની ચોરી થઇ હતી. પોલીસના જણાવ્યા અનુસાર સાંજના સાડા પાંચથી રાતના 11.30 વચ્ચે ચોરીની ઘટના બની હતી દેમાં 22 કેરેટ સોનાની એશિયન જ્વેલરીની ચોરી કરવામાં આવી હતી. અમે ચોરાયેલા ઘરેણાઓની સંખ્યાબંધ તસવીરો જારી કરી છે. જે કોઇને આ જ્વેલરી અંગે જાણકારી મળે તે પોલીસને માહિતી આપે.