લંડનઃ ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી મોન્ટી પાનેસરે પણ રાજનીતિમાં હાથ અજમાવવાનો નિર્ણય કર્યો છે. મોન્ટી પાનેસર જ્યોર્જ ગેલોવેની વર્કર્સ પાર્ટીના ઉમેદવાર તરીકે ઇંલિંગ સાઉથહોલ સંસદીય બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઝંપલાવશે.
વેસ્ટમિન્સ્ટર ખાતે જ્યોર્જ ગેલોવેની સાથે પ્રેસને સંબોધતાં માનેસરે જણાવ્યું હતું કે, હું પણ એક દિવસ બ્રિટનના વડાપ્રધાન બનવાની ઇચ્છા રાખું છું. માનેસરે બ્રિટનના સ્ત્રોતો પર નભતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની સામે કડક કાર્યવાહીનું પણ વચન આપ્યું હતું.
જોકે વિદેશ મામલાઓમાં માનેસરને કશી ગતાગમ પડતી નથી. ગાઝા અને નાટો અંગે પૂછાયેલા સવાલના જવાબમાં માનેસરે જણાવ્યું હતું કે, મને તે અંગે કોઇ જાણકારી નથી. પરંતુ મારું કેન્દ્રસ્થાન બ્રિટિશ જનતા છે. જ્યોર્જને વિદેશ મામલાની ચિંતા કરવા દો કારણ કે હું તે બાબતોનો નિષ્ણાત નથી. પરંતુ હું આ દેશમાં આપણી જનતા માટે કશું વિશેષ કરવા માગુ છું. હું બોર્ડર કન્ટ્રોલમાં પણ વિશેષ કાર્યવાહીની આશા રાખું છું.