લંડન, નવી દિલ્હીઃ બ્રિટિશ સાંસદ અને મિનિસ્ટર ફોર જસ્ટિસ એન્ડ વર્ક એન્ડ પેન્શન્સ શૈલેષ વારાએ નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી.
વડા પ્રધાન મોદી અને વારાએ સંખ્યાબંધ મુદ્દાઓની ચર્ચા કરી હતી, જેમાં ગત નવેમ્બરમાં વડા પ્રધાન મોદીની અતિ સફળ યુકે મુલાકાત તેમજ બ્રિટન અને ભારત કેવી રીતે બન્ને દેશો વચ્ચે ગાઢ સંપર્ક વિકસાવી શકે તેનો સમાવેશ થયો હતો. મિનિસ્ટર વારાએ નવી દિલ્હીમાં ગ્લોબલ લીડરશિપ ફોરમને સંબોધન પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં સમગ્ર વિશ્વમાંથી બિઝનેસ અને રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.