જાન્યુઆરીમાં યોજાનારા ઈન્ટરનેશનલ વાઈબ્રન્ટ ગુજરાત ૨૦૧૭ અગાઉ હાઈ પ્રોફાઇલ બિઝનેસ ડેલિગેશને મુખ્ય શહેરોમાં મંત્રણાઓ અર્થે યુકેની મુલાકાત લીધી છે. ગુજરાત સરકારમાં ઇન્ડસ્ટ્રીઝ કમિશનર મિસિસ મમતા વર્મા IASના વડપણ હેઠળના પ્રતિનિધિ મંડળમાં ઉદ્યોગોના ઉચ્ચ નેતાઓ તેમજ સરકારના સલાહકાર અને હેલ્થ કેર પ્રોવાઇડર ઝાયડસ કેડિલાના સ્ટ્રેટેજિક એડવાઇઝર સુનિલ પારેખનો સમાવેશ થયો છે.
મિસિસ વર્માએ જણાવ્યું હતું કે ૨૦૦૩ના કચ્છ ભૂકંપ પછી ગુજરાતને પુનઃ સ્થાપિત કરવા માટે રોકાણકારોનો વિશ્વાસ અત્યંત મહત્ત્વનો હતો. મિ. પારેખે કહ્યું હતું કે ગુજરાતમાં સંભવિત ઇન્વેસ્ટમેન્ટનું કોઈ મૂલ્ય આશરે ૩૦ બિલિયન પાઉન્ડ હતું. મિસિસ વર્મા અને મિ. પારેખ સાથે ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’નો એક્સક્લુઝીવ ઈન્ટર્વ્યૂ યોજાયો હતો. કોઈ સમજૂતિ પત્ર પર હસ્તાક્ષરો કરાયા ન હોવા છતાં આ મુલાકાત ઓક્ટોબરમાં ગુજરાતમાં સ્ટાર્ટ અપ્સ સમિટ અને આઠમા વાઈબ્રન્ટ ગુજરાત સમિટ માટે કર્ટેન રેઝર સમાન બની રહી છે. આશરે ૨૩થી ૨૫ ઈન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી દેશોની ઓળખ કરી લેવાઈ છે. જ્યાં ૧૨ ગુજરાતી ડેલિગેશન્સ મોકલવામાં આવ્યા હતા. અને મિસિસ વર્મા પણ તાજેતરમાં ઈઝરાયલની મુલાકાતે ગયા હતા. મંત્રણાઓમાં ફાઈનાન્સિયલ સર્વિસિસ, ડિફેન્સ અને એરોસ્પેસ, એન્જિનિયરિંગ, ઓટોમોબાઇલ્સ અને ઓટો કમ્પોનન્ટ્સના મુખ્ય ક્ષેત્રો આવરી લેવાયા હતા જેમાં ઇનોવેશન્સ, સ્ટાર્ટઅપ્સ, ટેક્સટાઇલ્સ અને ફાર્માસ્યુટીકલ્સમાં વધુ ભાર રખાયો હતો.
સુનિલ પારેખે ડિફેન્સ સંબંધે જણાવ્યું હતું કે યુકે પાસે ભારતને ઓફર કરવા લાયક ઘણા ઉત્પાદનો છે. જેનાથી ભારતીય વર્કફોર્સને પણ મદદ મળશે. ડિફેન્સ સેકટરને સપ્લાય કરાતાં કોઈપણ માલસામાનમાં ૩૦ ટકાની ખરીદી સ્થાનિક કરવાના નિયમનનો લાભ મળશે. તેમણે કહ્યું હતું કે ‘ગુજરાતમાં ઘણાં નાના અને મધ્યમ એકમો સંખ્યાબંધ કોમ્પોનન્ટસનું ઉત્પાદન કરે છે. આપણે હવે વિશ્વના ડિફેન્સ બજારમાં સ્થાન ધરાવીએ છીએ અને ગયા વર્ષે ૬૩ બોઇંગ વિમાનોનો આપણો ઓર્ડર સૌથી મોટો હતો.’
ડેલિગેટ્સમાં અનેક ગ્લોબલ એજન્સીના પ્રતિનિધિઓ હતા જેમાં હેલ્થ પ્રોવાઈડર ઝાયડસ કેડિલા, વિશ્વમાં પાંચમાં ક્રમમાં વિન્ડ ટર્બાઇન સપ્લાયર સુઝલોનના હરીશ મહેતા, ઝીન્દાલ વર્લ્ડ વાઇલ્ડના અમિત અગ્રવાલ અદાણી ગ્રૂપના વિકાસ નાથ, ગુજરાત વેન્ચર ફાઇનાન્સ લિમિટેડના એમડી. સંજય કુમાર રણધર, તેમજ ખાનગી ક્ષેત્રની કંપનીઓમાં સૌથી મોટી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સિનિયર વીપી ધનરાજ નથવાણીનો સમાવેશ થયો હતો. મિસિસ વર્માએ ગાંધીનગર નજીક ભારતના પ્રથમ સ્માર્ટ સિટી GIFT (ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક્સ સિટી લિમિટેડ)નો પણ ઉલ્લેખ કર્યો હતો. જેના એમડી. અને ગ્રૂપ સીઈઓ અજય કુમાર પાંડે છે. ગુજરાતને સિંગાપોર, દુબઈ અને લંડનની હરીફાઈ કરે તેવું કેન્દ્ર બનાવવાનું લક્ષ્ય છે.
મિસિસ વર્મા અને મિ. પારેખે ટેક યુકે, ઇનોવેટ યુકે અને લોઈડ્સ રીઇન્સ્યુરન્સ સાથે મંત્રણા ફળદાયી હોવાનું જણાવ્યું હતું.
મિ. પારેખે ગુજરાતમાં સ્ટાર્ટ અપ્સ માટે ઓક્ટોબર સમિટનો ઉલ્લેખ કર્યો હતો. ઇનોવેટ યુકે સાથે મંત્રણા વિશે તેમણે કહ્યું હતું કે તમારી પાસે ગ્રાન્ડ ચેલેન્જ એવોર્ડ છે જેમાં એગ્રિકલ્ચર અને જળક્ષેત્રે પડકારોમાં સ્પર્ધા કરવા માટે બ્રિટિશ એન્ટ્રીઝ આવે તેમ ઈચ્છીએ છીએ. આ ક્ષેત્રમાં પ્રાઇઝ મની ૧ લાખ પાઉન્ડની છે.
મિસિસ વર્માએ લોઈડ્સ રીઇન્સ્યુરન્સ બેઠક અંગે ખુશી વ્યક્ત કરી હતી જેમાં ગિફ્ટ કેન્દ્ર સ્થાને હતું. ભારત સાથેના તેમના પ્રોગ્રામ્સમાં લોઈડ્સ રીઇન્સ્યુરન્સે ૨૦૦ મિલિયન પાઉન્ડ રોકાણ કરવાની ખાતરી આપી છે. તેમણે કહ્યું હતું કે બ્રેક્ઝિટથી યુકેને કેટલી અસર થઈ છે તેના વિશે તેઓ ચોક્કસ નથી પરંતુ ભારતને તેનો લાભ અવશ્ય મળશે. અહીંની દરેક કંપની બ્રેક્ઝિટની અસર હળવી કરવાનું વિચારી રહી છે.
ભારતીય નિયમો વિશે વારંવાર કરાતી ફરિયાદો સંબંધે તેમણે કહ્યું હતું કે ‘ગયા વર્ષે વિશ્વ બેંકના સર્વેમાં ગુજરાતને બિઝનેસ કરવા માટે શ્રેષ્ઠ ભારતીય રાજ્યનો દરજ્જો અપાયો હતો. અમારી ઘણી પ્રક્રિયાઓ હવે ઓનલાઈન છે તેથી ક્લિયરન્સ પણ ઝડપી બન્યા છે.’ મિસિસ વર્મા અને મિ. પારેખે ગુજરાતની મોટાભાગની સફળતા માટે વ્યવહારુ ઈકો સિસ્ટમને યશ આપ્યો હતો.