લંડનઃ વાલસાલમાં 22 વર્ષીય મોહમ્મદ ખાનની હત્યા માટે પાંચ વ્યક્તિ પર હત્યાના આરોપ મૂકાયા છે. 17 માર્ચના રોજ સાંજે મોહમ્મદ ખાન પર હુમલો કરાયો હતો. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું.
પોલીસે મોહમ્મદ ખાનની હત્યાના આરોપસર ઝાયન રાજા, અસદ ઇફ્તેખાર, હસન ઇફ્તેખાર, અમાન ખાન અને ઇફ્તેખાર એહમદની ધરપકડ કરી તેમના પર હત્યાનો આરોપ મૂક્યો હતો. વૂલ્વરહેમ્પટન મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા તમામ આરોપીને કસ્ટડીમાં રિમાન્ડ પર મોકલી અપાયા હતા. પોલીસ હાલ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે.