લંડનઃ વજનની દ્રષ્ટિએ વિશ્વમાં સૌથી ઓછું વજન ધરાવતાં જીવિત બાળકને જન્મના મહિનાઓ બાદ ટોકિયો હોસ્પિટલેથી ઘરે લઈ જવાયું હતું. જન્મ વખતે તેનું વજન માત્ર ૨૬૮ ગ્રામ અથવા ૯.૫ ઔંઝ હતું. કિયો યુનિવર્સિટી હોસ્પિટલ દ્વારા જણાવાયું હતું કે માતાના ઉદરમાં આ છોકરાનાં વજનમાં વધારો ન થતાં અને ડોક્ટરોને તેના જીવને જોખમ જણાતાં ગયા ઓગસ્ટમાં સીઝેરિયન-સેક્શનથી તેનો જન્મ કરાવાયો હતો. તેનું વજન વધીને ૩.૨ કિલોગ્રામ થયું ત્યાં સુધી તેને આઈસીયુમાં રખાયો હતો. ૨૦મી ફેબ્રુઆરીએ તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી.
યુનિવર્સિટી ઓફ આયોવા દ્વારા સૌથી ટચૂકડા બાળકોની નોંધ મુજબ ૨૦૦૯માં ૨૭૪ ગ્રામ સાથે સૌથી ઓછાં વજનના બાળકનો વિક્રમ જર્મનીના છોકરાંના નામે હતો. જ્યારે સૌથી ટચૂકડી છોકરીનો વિક્રમ જર્મનીમાં ૨૦૧૫માં ૨૫૨ ગ્રામ વજન સાથે જન્મેલી છોકરીના નામે હતો.