લંડનઃ યુકેના સિંગિંગ ગ્રૂપે એક અનોખો વિશ્વવિક્રમ પોતાના નામે નોંધાવ્યું છે. તેના નામે ગિનીસ બુકમાં વિશ્વના સૌથી મોટી વયના ગાયકવૃંદનો રેકોર્ડ નોંધાયો છે. ગ્રૂપમાં 87 વર્ષથી લઇને 99 વર્ષના 17 સભ્યો સામેલ છે! આમ ગ્રૂપના સભ્યોની સરેરાશ વય છે 94 વર્ષ.
ઉલ્લેખનીય બાબત એ છે કે ગ્રૂપના સભ્યો વોરવિકશાયરના કેર હોમમાં રહે છે, પરંતુ જીવન પ્રત્યેનો સકારાત્મક અભિગમ તેમણે છોડ્યો નથી. દરેક વ્યક્તિ લાંબુ જીવન તો ઝંખતી હોય છે, પરંતુ અયોગ્ય જીવનશૈલી તેને અકાળે વૃદ્ધ બનાવી દેતી હોય છે. અકાળે વૃદ્ધત્વ સામેના મુખ્ય પડકારોમાં જંકફૂડ અને નકારાત્મક માનસિકતા મુખ્ય છે. દીર્ઘાયુ ભોગવતાં બહુમતી વર્ગનો જીવનમંત્ર હોય છેઃ સમતોલ આહાર, નિયમિત વ્યાયામ, પૂરતી ઊંઘ અને સ્ટ્રેસ-ફ્રી જીવન. અને તણાવમુક્ત જીવન માટે મિત્રો સાથે સમય પસાર કરવો ખૂબ જરૂરી છે.