લંડનઃ બ્રિટનની રાજધાની લંડન વૃદ્ધ બની રહી છે. એક એનાલિસિસ અનુસાર લંડનવાસીઓ સરેરાશ વૃદ્ધ બની રહ્યાં છે. પોસ્ટ બ્રેક્ઝિટ માઇગ્રેશનના કારણે યુવા વિદેશી નાગરિકો લંડન બહાર સ્થાયી થઇ રહ્યાં છે. રિઝોલ્યૂશન ફાઉન્ડેશનના રિસર્ચ અનુસાર લંડન યુકેના અન્ય મોટા શહેરોથી અલગ પડી રહ્યું છે. છેલ્લા એક દાયકામાં લંડનમાં પ્રૌઢ લોકોની સંખ્યામાં વધારો થયો છે. 2011માં લંડનવાસીઓની સરેરાશ ઊંમર 33.8 વર્ષ હતી જે 2023માં વધીને 35.8 વર્ષ પર પહોંચી હતી. જેની સામે યુકેના અન્ય શહેરોમાં 2001થી 2022 વચ્ચે સરેરાશ ઊંમરમાં 0.6 વર્ષનો ઘટાડો થયો છે. બ્રિસ્ટોલ, ન્યૂકેસલ, કાર્ડિફ અને નોટ્ટિંગહામ શહેરોમાં યુવાઓની વસતી વધી રહી છે. સાલફોર્ડમાં વર્ષ 2001 પછી સરેરાશ ઊંમરમાં 3 વર્ષનો ઘટાડો થયો છે.