લંડનઃ ભારત અને યુકે વચ્ચેના પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર પરની મંત્રણાઓનો પુનઃપ્રારંભ 24 ફેબ્રુઆરીથી થાય તેવી સંભાવના છે. આ માટે યુકેનું એક વેપાર પ્રતિનિધિમંડળ આગામી દિવસોમાં ભારત પહોંચવાની તૈયારી કરી રહ્યું છે. તે ઉપરાંત સ્વિત્ઝર્લેન્ડ, નોર્વે, આઇસલેન્ડ સહિતના યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન બ્લોક અને 100 કરતાં વધુ બિઝનેસ પ્રતિનિધિઓ આગામી સપ્તાહમાં ભારત પહોંચશે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ વિવિધ દેશો પર ટેરિફ લાદી રહ્યાં છે ત્યારે યુરોપના દેશો અને ભારત માટે આ મુલાકાતો અત્યંત મહત્વની છે.