લંડનઃ 16 વર્ષની સગીરા પર બળાત્કાર કરી તેને કારમાં લોક કરી દેનારા વેમ્બલીના હિમાંશુ મકવાણાને હેરો ક્રાઉન કોર્ટ દ્વારા બળાત્કાર માટે દોષી ઠેરવાયો છે. હિમાંશુને ચાર વર્ષમાં બે સગીરા પર બળાત્કાર માટે દોષી ઠરાવાયો હતો. 2018માં તેણે સોશિયલ મીડિયા પર મળેલી એક સગીરાને મળવા બોલાવી હતી અને એક ખાલી ઇમારતમાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો. તે સમયે પોલીસ તપાસમાં હિમાંશુ ઝડપાયો નહોતો. એપ્રિલ 2023માં તેણે આવી જ રીતે 16 વર્ષની સગીરાને ફસાવી હતી અને ત્યારબાદ એક ખાલી ઇમારતમાં લઇ જઇ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. 27 નવેમ્બર 2023ના રોજ હિમાંશુની ધરપકડ કરાઇ હતી.