લંડનઃ વેસ્ટ લંડન સ્થિત આંતરરાષ્ટ્રીય મની લોન્ડરિંગ અને માનવ તસ્કરીમાં સંડોવાયેલી ગેંગના 18 સભ્યોને કુલ 70 વર્ષ કરતાં વધુ કેદની સજા ફટકારવામાં આવી છે. નેશનલ ક્રાઇમ એજન્સીની તપાસમાં બહાર આવ્યું હતું કે, આ ગેંગ દ્વારા 2017થી 2019 વચ્ચે દુબઇની સેંકડો ટ્રીપ દ્વારા યુકેમાંથી 70 મિલિયન પાઉન્ડ જેટલી રોકડની દાણચોરી કરાઇ હતી. આ નાણા ઓર્ગેનાઇઝ્ડ ઇમિગ્રેશન ક્રાઇમ અને ડ્રગ્સના વેચાણની કમાણી હતી. 2019માં આ ગેંગ દ્વારા એક ગર્ભવતી મહિલા અને પાંચ બાળકો સહિત 17 માઇગ્રન્ટ્સની યુકેમાં માનવ તસ્કરી કરાઇ હતી. હૌન્સલોનો 44 વર્ષીય ચરણ સિંહ આ ગેંગનો રીંગલીડર મનાય છે. એનસીએ દ્વારા વધુ તપાસ બાદ અન્ય 18 લોકોની ધરપકડ કરાઇ હતી અને જાન્યુઆરી 2023માં ક્રોયડોન ક્રાઉન કોર્ટમાં તેમની સામે ખટલાનો પ્રારંભ કરાયો હતો.
કોને કેટલી સજા
ચરણ સિંહ – 12.5 વર્ષ
વલજિતસિંહ – 11 વર્ષ
સ્વન્દરસિંહ ઢાલ – 10 અને 05 વર્ષ
અન્ય 15ને – 9 વર્ષથી 11 માસની કેદ