લંડનઃ આસિસ્ટેડ ડાઇંગ બિલ પર એક અગ્રણી સમર્થકે જણાવ્યું હતું કે, સરકારના મંત્રીઓએ ખરડા સામેના તેમના વિરોધ માટે અન્યો પર પોતાની ધાર્મિક માન્યતાઓ થોપવી જોઇએ નહીં. જસ્ટિસ સેક્રેટરી શબાના માહમૂદના હસ્તક્ષેપ પર લેબર લોર્ડ અને વડાપ્રધાન કેર સ્ટાર્મરના સાથી લોર્ડ ચાર્લી ફાલ્કનરે જણાવ્યું હતું કે, જસ્ટિસ સેક્રેટરી ખરડાના વિરોધ માટે ધાર્મિક અને આધ્યાત્મિક કારણો આપી રહ્યાં છે.
તેમણે જણાવ્યું હતું કે મને લાગે છે કે શબાના માહમૂદ ધાર્મિક માન્યતાઓના પ્રભાવમાં છે. હું તેમનું સન્માન કરું છું પરંતુ તેમણે પોતાની ધાર્મિક માન્યતાઓ અન્યો પર થોપવી જોઇએ નહીં.
શબાના માહમૂદે જણાવ્યું હતું કે, ઇચ્છા મૃત્યુમાં વધારો થવાનું જોખમ રહેલું છે. હું આ ખરડા અંગે ઘણી ચિંતિત છું. સરકારે મોતને સેવા તરીકે ઓફર કરવું જોઇએ નહીં.
લોર્ડ ફાલ્કનરે જણાવ્યું હતું કે, માહમૂદની દલીલો તદ્દન ખોટી છે. તેમની પાસે દલીલ માટે ધાર્મિક અને આધ્યાત્મિક કારણો છે. તેઓ ધાર્મિક જીવનમાં સંપુર્ણ આસ્થા ધરાવે છે.