લંડનઃ શાળામાં એક કર્મચારીને કિરપાણ ધારણ કરેલો જોતાં એક માતાએ કાયદામાં બદલાવની માગ કરી છે. ગેમા બીચે જણાવ્યું હતું કે, હું જાણું છું કે શીખ અનુયાયીઓ દ્વારા કિરપાણ ધારણ કરાય છે અને તેને શાળામાં પરવાનગી પણ છે. પરંતુ બાળકો તે સમજી શક્તા નથી અને તેઓ કિરપાણ જોઇને ભયભીત થઇ શકે છે. ગેમા કહે છે કે શાળામાં કિરપાણને કોઇ સ્થાન ન હોવું જોઇએ. આ માટે તેણે ઓનલાઇન પીટિશન પણ શરૂ કરી છે અને ઘણાએ તેને સમર્થન આપ્યું છે. ગેમા કહે છે કે વર્તમાન સમયમાં નાઇફ ક્રાઇમ સૌથી મોટી સમસ્યા છે ત્યારે બાળકો શાળામાં આ પ્રકારની વસ્તુઓથી અવગત બને તે મને યોગ્ય લાગતું નથી.