લંડનઃ છેલ્લા પાંચ વર્ષમાં પહેલીવાર યુકેમાં યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવામાં સફળ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. યુનિવર્સિટીમાં પ્રવેશ માટેની અરજીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. બહુ ઓછા વિદ્યાર્થીઓને તેમની પહેલી પસંદગીની યુનિવર્સિટીમાં પ્રવેશ મળ્યો છે જ્યારે મોટાભાગના વિદ્યાર્થીઓને તેમની બીજી પસંદગીની યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રાપ્ત થયો છે.
આ વર્ષે એ-લેવલના રિઝલ્ટમાં પણ ઘટાડો નોંધાયો હતો. યુનિવર્સિટીઝ એન્ડ કોલેજીસ એડમિશન સર્વિસના આંકડા અનુસાર આ વર્ષે 2,70,350 વિદ્યાર્થીને યુનિવર્સિટીમાં પ્રવેશ મળ્યો છે. 2022માં આ આંકડો 2,75,390 હતો. 2023માં 3,18,390 વિદ્યાર્થીએ યુનિવર્સિટીમાં પ્રવેશ માટે અરજી કરી હતી. 2022માં આ આંકડો 3,23,290 હતો.