GCSEમાં ઈંગ્લિશ -મેથ્સમાં નાપાસ વિદ્યાર્થીને સ્ટુડન્ટ્સ લોન નહિ અપાય

Tuesday 01st March 2022 13:31 EST
 
 

લંડનઃ GCSE પરીક્ષાઓમાં ઈંગ્લિશ અને મેથ્સ જેવા મહત્ત્વના વિષયોમા નાપાસ થનારા વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ્સ લોન નહિ અપાવાની શક્યતા છે. આના કારણે ઓછી ક્વોલિટી અને ઓછાં ખર્ચના અભ્યાસક્રમોમાં વધારો થતો અટકાવી શકાશે તેમ મિનિસ્ટર્સનું માનવું છે. ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનની દરખાસ્તો ટુંક સમયમાં કન્સલ્ટેશન માટે મૂકવામાં આવનાર છે જેમાં વિદ્યાર્થીઓ તૈયાર હોય તે અગાઉ જ તેમને ઉચ્ચ શિક્ષણમાં ધકેલવામાં ન આવે તે માટે યુનિવર્સિટીમાં પ્રવેશની નવી લક્ષુતમ જરૂરિયાતોનો સમાવેશ કરાશે.

મિનિસ્ટર્સ ઓછી ગુણવત્તા ધરાવતા અભ્યાસક્રમોને દૂર કરવા માગે છે જેથી વિદ્યાર્થીઓની સંખ્યા ઘટે અને યુવા વર્ગ વધુ પ્રમાણમાં એપ્રેન્ટિસશિપમાં જોડાતો થાય. સરકાર GCSE પરીક્ષાઓમાં ઈંગ્લિશ અને મેથ્સ જેવા મહત્ત્વના વિષયોમા નાપાસ થનારા વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ્સ લોન મળે નહિ તેમ કરવા વિચારી રહી છે. જે વિદ્યાર્થીઓ GCSE પરીક્ષાઓમાં ઈંગ્લિશ અને મેથ્સ વિષયોમાં ઓછામાં ઓછા ગ્રેડ ૪ સાથે પાસ ન હોય અથવા એ -લેવલમાં 2 E અથવા તેની સમકક્ષ ન મેળવે તો તેમના માટે સ્ટુડન્ટ લોન મેળવવા પર પ્રતિબંધ લાગી જશે.

Ucas યુનિવર્સિટી એડમિશન્સ સર્વિસના ડેટા મુજબ છઠ્ઠા ધોરણના 320,000 વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં બેઠક મેળવવા અરજી કરી છે. આ સંખ્યા 2021માં 306,000ની હતી. બીજી તરફ, નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે લઘુતમ પ્રવેશ જરૂરિયાતો ઘણી ઊંચી રાખવામાં આવશે તો શાળા છોડનારા કચડાયેલા કે ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને વિપરીત અસર થશે. સરકારે તક નિયંત્રિત કરવી ન જોઈએ અને વધારવી જોઈએ તેમ નિષ્ણાતો કહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter