ઓનલાઈન શિક્ષણથી ફીના રિફન્ડ આપવા મુદ્દે વિવાદ

Wednesday 07th October 2020 06:26 EDT
 

લંડનઃ માત્ર ઓનલાઈન ટ્યૂશન માટે સંપૂર્ણ ફી ચૂકવનારા નારાજ વિદ્યાર્થીઓને રિફંડ આપવાની જવાબદારી મુદ્દે યુનિવર્સિટીઓ અને સરકારમાં કોઈ સંમતિ નથી. કેમ્પસમાં કોરોના વાઈરસનું સંક્રમણ હોવાથી ઘણી સંસ્થાએ તેમના શિક્ષણને ઓનલાઈન કરવાની ફરજ પડી છે.

બે પ્રકારના શિક્ષણની ખાતરી અને ક્લાસરુમ્સને કોવિડમુક્ત બનાવવા પાછળ લાખો પાઉન્ડ ખર્ચાયા છતાં માત્ર ઓનલાઈન શિક્ષણ અપાઈ રહ્યું છે તેનાથી વિદ્યાર્થીઓમાં નારાજગી છે. વિદ્યાર્થીઓએ અભ્યાસની ઘટેલી ગુણવત્તા અને ઓનલાઈન ક્લાસીસ સાથે સંકળાયેલા ખર્ચા વધવાથી તેમની વાર્ષિક ૯,૨૫૦ પાઉન્ડની ફી ઘટાડવા માગણી કરી છે. સરકારી પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ ફરિયાદો સૌપ્રથમ પ્રોવાઈડર્સ પાસે જવી જોઈએ અને નિરાકરણ ન આવે તો ઉચ્ચ શિક્ષણ માટે ઓફિસ ફોર ધ ઈન્ડિપેન્ડન્ટ એડજ્યુકેટર (OIA) પાસે જવું જોઈએ. જોકે, વિદ્યાર્થી યુનિયનો અને યુનિવર્સિટી એન્ડ કોલેજ યુનિયન (UCU)ની માગણી છે કે નાણાકીય અછત ભોગવતી યુનિવર્સિટીઓને હવે ફીની આવક ગુમાવવી પોસાઈ શકે તેમ ન હોવાથી સરકારે તેમાં હસ્તક્ષેપ કરવો જોઈએ.

બીજી તરફ, ૩૨ યુનિવર્સિટીએ કેમ્પસમાં કોરોના સંકમણના કેસીસ જાહેર કર્યા પછી સમગ્ર યુકેમાં વિદ્યાર્થીઓએ તેમના વસવાટોમાં જ ભરાઈ રહેવું પડ્યું છે. માન્ચેસ્ટર મેટ્રોપોલીટન યુનિવર્સિટીના ૧,૭૦૦ જેટલા વિદ્યાર્થીને કોરોનાના લક્ષણ ન હોય તો પણ તેમના હોલમાંથી બહાર નીકળવા મનાઈ કરાઈ છે જ્યારે ગ્લાસગો યુનિવર્સિટીના ૧૨૦૦ વિદ્યાર્થીને એકાંતવાસમાં રહેવા જણાવાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter