સંખ્યાબંધ ફાર્મસીઅો ઘટાડવા સરકારની પેરવી: જમૈકામાં “સીગ્મા" ફાર્માસ્યૂટીકલ અાયોજિત "વર્કંિગ ટૂ વીન" કોન્ફરન્સ

એક્સકલુઝીવ અહેવાલ ન- કોકિલા પટેલ Wednesday 16th March 2016 10:18 EDT
 
 
સિંધ (પશ્ચિમ પાકિસ્તાન)થી સ્થળાંતર થઇ રાજસ્થાનના જોધપુર જિલ્લાના અોશિયાના અને ત્યારબાદ ૧૫૨૦માં કચ્છ અને હાલારના જામરાવલ કે જામનગરમાં અાવી સ્થાયી થયેલા સાહસિકો એ અાજના વ્યાપારકુશળ જૈન અોશવાળો. વીશા અને દશા જૈન અોશવાળોએ ખાસ કરીને મુંબઇ અને અાફ્રિકામાં એમની કુશાગ્ર બુધ્ધિશક્તિ અને પરિશ્રમ થકી વ્યાપારી સિધ્ધિઅો હાંસલ કરી છે. ૧૯૧૦માં હાલાર-કાઠિયાવાડથી વહાણ મારફતે કેન્યાના મોમ્બાસા થઇ થીકામાં સ્થાયી થનારા મેઘજી લાધા અને મેઘજી કાનજીએ શાહસોદાગરોના ઉજ્જવળ ભાવિને પારદર્શકતાથી નિહાળી લીધેલું. અા શાહ સપૂતોએ બીજા અોશવાળોને થીકા-કેન્યા તેડાવ્યા. ૧૯૧૦ થી ૧૯૩૩ સુધીમાં ઘણા અોશવાળો દરિયો ખેડી કેન્યા પહોંચ્યા હતા.

કેન્યામાં પ્રેમચંદ વ્રજપર, મેઘજી કાનજી, વેરશી મેપા, મેઘજી લખમશી, હેમરાજ લાધા જેવા અોશવાળ સાહસિકોએ એક સૂત્ર બનાવ્યું કે, To get to gether is beginning, To live together is progress; To work to gether is success.” (મળવું એ એક શરૂઅાત છે; સાથે રહેવું એ પ્રગતિ છે અને સાથે મળીને કામ કરવું એ સફળતા છે) એકબીજાને હાથ ને સાથ અાપવાની અદમ્ય ભાવનાને કારણે જ જોતજોતામાં કેન્યામાં વેપારીક્ષેત્રે અોશવાળોનો ડંકો વાગતો થયો.

૧૯૩૩ (૮૩ વર્ષ પહેલાં)માં અોશવાળ વડવાઅોએ કંડારેલા ઉપરોક્ત મુદ્રાલેખનું પુનરાવર્તન કરનાર અોશવાળ સાહસિકની ઉદાત્ત ભાવના અને અાતિથ્યભાવનો જાતઅનુભવ કર્યા પછી એની મુક્તમને સરાહના કરવાનું રોકી શકાતું નથી. વોટફોર્ડમાં જેમણે "સીગ્મા ફાર્માસ્યૂટીકલ" કંપનીનું ભવ્ય સામ્રાજ્ય વિકસાવ્યું છે એના સ્થાપક-મેનેજિંગ ડાયરેકટર શ્રી ભરતભાઇ શાહનો જમૈકા ખાતે પરિચય થયો. ભરતભાઇ અને એમના બીજા બંધુ ડાયરેકટરો મનીષભાઇ શાહ તેમજ કમલભાઇ શાહની અા "સીગ્મા ફાર્માસ્યૂટીકલ" કંપની દ્વારા દર વર્ષે દેશવિદેશમાં "સીગ્મા કોન્ફરન્સ"નું અદભૂત અાયોજન થાય છે જેમાં ૫૦૦ જેટલા ફાર્મસીસ્ટો અને એ વ્યવસાયને લગતા અગ્રણીઅો ભાગ લઇ અગત્યના મુદ્ાઅો ઉપર ચર્ચાસભાઅોનું અાયોજન કરતા રહે છે.

ગત ૧૪ ફેબ્રુઅારીથી ૨૦ ફેબ્રુઅારી દરમિયાન જમૈકાના અોછો રીયોસ (Ocho Rios)ખાતે "સીગ્મા કોન્ફરન્સ"નું ભવ્ય અાયોજન કરાયું હતું. અાઠમી સીગ્મા કોન્ફરન્સનું મુખ્ય સૂત્ર હતું "વર્કીંગ ટૂ વીન". સાત દિવસની અા કોન્ફરન્સમાં ભરતભાઇ શાહ, મનીષભાઇ શાહ, જમૈકાના બ્રિટીશ હાઇકમિશ્નર ડેવિડ ફીટોન, બ્રિટીશ જનેરીક મેન્યુફેકચરર્સના જનરલ ડાયરેકટર વોરીક સ્મિથ, વિલગ્રીન બૂટ્સ એલાયન્સના બોર્ડ મેમ્બર માઇક સ્મિથ, રોયલ ફાર્માસ્યૂટીકલ સોસાયટીના પ્રમુખ એશ સોની અને સીઇઅો હેલન ગોર્ડન, શૈલેષ અાહીયા અને નિતેશ માલ નિકોલીટેશ, કિરીટ પટેલ (CEO ડે લૂઇશ) અને જય પટેલ (ડાયરેકટર ડે લૂઇશ), અમિષ પટેલ (હોડ્ગ્સન ફાર્મસી), રિકીન પટેલ (શર્મન્સ ફાર્મસી), દુષ્યંત પટેલ (બ્લેકબરી ફાર્મસી), ડેવિડ ડેવિડ રેઇસનર (પાર્ટનર, ચાર્લ્સ રસલ સ્પીચલીસ), ઇયાન સ્ટ્રેચન (નેશનલ ફાર્માસ્ૂટીકલ એસો. ચેરમેન) રેખા જોષી (નેશનલ એકાઉન્ટ મેનેજર-અોમરોન), રાજીવ શાહ (ડાયરેકટર-સીગ્મા ફાર્માસ્યૂટીકલ્સ પીએલસી), ડેવિડ મિશેલ (હેલ્થકેર કન્સલ્ટંટ), રાયન અોલાહન (હેલ્થકેર ડાયરેકટર-ગૂગલ), ક્લેર વોર્ડ (ચેર અોફ ફાર્મસી વોઇસ) સહિત અન્ય વક્તાઅોએ "working to win”ના સૂત્ર હેઠળ પોતાના મંતવ્યો રજૂ કર્યાં હતાં. ઉદારમના ભરતભાઇએ ૩૦૦ કેમીસ્ટ ધરાવનાર ડે લૂઇસના ચીફ એકઝીકયુટીવ કિરીટભાઇ પટેલને "રોલ મોડેલ" તરીકે બિરદાવી અા કોન્ફરન્સમાં અામંત્રિત કર્યા હતા. કિરીટભાઇ સાથે એમના મોટાભાઇ જે.સી.પટેલ અને દીકરો જય પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ભરતભાઇએ અાવી કોન્ફરન્સ યોજવા પાછળનું કારણ અાપતાં જણાવ્યું કે, “અમારો બીઝનેસ ફેક્સ, ફોન કે ઇમેલથી થાય છે. "સીગ્મા"માંથી એક દિવસની ૨,૫૦૦ ફાર્મસીઅોમાં મેડીસીન સપ્લાય થાય છે અને ૮૦૦ જેટલા કુરીઅર પાર્સલ થાય છે. અમારા સ્પોન્સરર, સપ્લાયર્સ અમને મળવા અાવે પણ ચ્હા-કોફી પી જતા રહે. કેટલીક વાર સોશ્યલ ફંકશનમાં મળતા હોઇએ ત્યારે "હાય એન્ડ બાય" કરીએ પણ અમને થયું કે અાપણે કસ્ટમર્સને કંઇક યાદગાર બની રહે એવું કરીએ. અા ઉપરાંત અમારા હાઇ લેવલના સપ્લાયરો અા કોન્ફરન્સમાં અાવે અને વિચારોની અાપ-લે થઇ શકે, અાત્મીયતા વધે એ અાશયથી અમે અાવી કોન્ફરન્સનું અાયોજન કરીએ છીએ. યુ.કે.માં મોટાભાગના ઇસ્ટ અાફ્રિકાથી અાવી સ્થાયી થયેલા છે એટલે અમે નક્કી કર્યું કે ૨૦૦૯માં મોમ્બાસામાં કોન્ફરન્સનું અાયોજન કરીએ. પહેલ વહેલી એ કોન્ફરન્સમાં ૧૮૦ જણ અાવ્યા હતા. હેમંતભાઇ પટેલના સહયોગથી અમે સરસ રીતે અાયોજન કર્યું હતું. એ વખતે બીઝનેસ સેશન ખુબ સારી રહી હતી. કલેર વોર્ડ એ સમયે વોટફોર્ડના MP હતાં. એ પણ કોન્ફરન્સમાં મોમ્બાસા અાવ્યાં હતાં. કલેરે અમને ખૂબ મદદ કરી હતી. તેમણે ફાર્મસી વિષેનું નોલેજ વધતું ગયું ત્યારથી કલેર અમારી સાથે ખૂબ સક્રિય બન્યાં છે. એ પછી અમે વિચાર્યું કે ફાર્મસી બીઝનેસમાં બધા ડિવાઇડેડ છીએ તો ફરી ચીનમાં અાવી કોન્ફરન્સ કરીએ. ૨૦૧૦માં અમે ચાર દિવસ શાંઘાઇ અને ક્ષિયાન ખાતે સીગ્મા દ્વારા બીજી કોન્ફરન્સનું અાયોજન કર્યું એમાં ૩૩૦ જેટલા ફાર્મસીસ્ટ જોડાયા હતા. ચીનમાં વેજી અાહાર મળવો મુશ્કેલ હોવાથી અમે SOTCના છ કૂકને લઇ ગયેલા. ૨૦૧૧માં થાઇલેન્ડના પૂકેટમાં ત્રીજી અને ૨૦૧૨માં મોરેશિયસમાં ચોથી કોન્ફરન્સ કરી. ૨૦૧૩માં અમે યુ.કે. ખાતે વિન્ડસરની એક હોટેલમાં પાંચમી સીગ્મા કોન્ફરન્સ કરી એમાં માંડ ૧૫૦ જણ અાવ્યા. અાવી અોછી હાજરી જોઇ અમે ૨૦૧૪ની છઠ્ઠી કોન્ફરન્સ મેક્સિકોના કેનકૂનના મૂન પેલેસ રિસોર્ટ્સમાં રાખી હતી. એમાં ૫૦૦થી વધુએ તૈયારી બતાવી હતી પરંતુ ફલાઇટ્સ અને હોટેલ અાયોજનમાં પ્રોબલેમ્સ ઉભા ના થાય એ માટે અમે ૪૫૦ને મંજૂરી અાપી હતી. ૨૦૧૫માં ઇન્ડિયા ખાતે મહારાષ્ટ્રની એમ્બે વેલીમાં સાતમી સીગ્મા કોન્ફરન્સ યોજી હતી જેમાં ૪૪૫ જેટલા ફાર્મસીસ્ટ જોડાયા હતા.

ભરતભાઇએ કહ્યું કે, ફાર્મસીમાં ત્રણ સેકટર છે-એક ઇન્ડીપેન્ડન્ટ, બીજુ એસોસિએશન અોફ ઇન્ડીપેન્ડન્ટ મલ્ટીપલ્સ (AIM- જેમાં ઇન્ડીપેન્ડન્ટ બીઝનેસ હોય પણ એમાં પાંચથી વધારે ફાર્મસીની દુકાનો હોય એ) અને ત્રીજું સેકટર એ કેમીસ્ટ કંપની એસોસિએશન (CCA જેમાં બુટ્સ, લોઇડ્સ, કોપ્સ, ટેસ્કો, સેન્સબરીસ, મોરીસન એ બધા). ૨૦૦૯થી અમે પ્રયાસ કરીએ છીએ કે અા ત્રણેય સેકટર એક થાય. કેનકૂનમાં અા વિષે ચર્ચા થતાં સર્વાનુમતે કલેર વોર્ડને ઇન્ડીપેન્ડન્ટ "ફાર્મસી વોઇસ”નાં ચીફએકઝીકયુટીવ નિયુક્ત કર્યાં ત્યારબાદ ગયા વર્ષે કલેર "ફાર્મસી વોઇસ"નાં ચેર બન્યાં છે.”

તેમણે કહ્યું કે, "યુ.કે.માં ૧૧, ૬૭૪ જેટલી ફાર્મસી છે. ડિપાર્ટમેન્ટ અોફ હેલ્થ મિનિસ્ટરીયલના MP એલીસ્ટર બર્ટે હાઇસ્ટ્રીટની દુકાનો પર £૧૭૦ મિલિયનનો કાપ જાહેર કરતાં અાવતા વર્ષે લગભગ ૧૦૦૦થી ૩૦૦૦ જેટલી ફાર્મસીની દુકાનો બંધ થશે .અાવતા અાઠ મહિનામાં (અોકટોબરથી) સરકારનો અા કાપ શરૂ થશે. “ફાર્મસી વોઇસ"નાં ચેર કલેરનું માનવું છે કે, “અાપણે અાપણા પેશન્ટ્સનો મત લેવો જોઇએ કે તમારા એરિયાની ફાર્મસી બંધ થાય એ તમને ગમશે? એ ફાર્મસી તમારા માટે કેટલી ઉપયોગી છે? અાજે જી.પી. ડોકટરો પર કામનો બોજો વધતો જાય છે. તેઅો પણ સરકારના અા પગલાથી નારાજ છે. અાપણા ભાઇ-બહેનો સવારે ૮ થી રાતના ૯ વાગ્યા સુધી દુકાનો ચલાવે છે. એટલું જ નહિ પણ પેશન્ટ્સ ફાર્મસીમાં સીધા અાવી એનું બ્લડ શૂગર, બ્લડ પ્રેશર ચેક કરાવી શકે છે, ફલુ વેકસીન કે ટ્રાવેલ વેકસીનેશન લઇ શકે છે, ઇમરજન્સી કોન્ટ્રાસેપ્શન મેળવી શકે છે, વજાઇનલ ઇન્ફેકશનની મેડીસીન મેળવી શકે છે. અા ઉપરાંત કેમીસ્ટ પેશન્ટ્સને કોઇ જાતનો તાવ, શરદી કે શિરદર્દ સહિત કોઇપણ હેલ્થ બાબત સલાહ અાપી શકે છે. હવે તો ફાર્મસીઅો પેશન્ટને ઘરે દવા પહોંચતી કરી શકે છે.”

ભરતભાઇએ કહ્યું કે, “અમે ત્રણ ભાઇઅો અને અમારા બે દીકરાઅો ભાવિન શાહ એ ચાર્ટર્ડ એકાઉન્ટ છે, એ ટ્રેડ અને એકસપોર્ટ બીઝનેસ સાથે સીગ્માના એકાઉન્ટ્સ સંભાળે છે. જયારે રાજીવ શાહ એ ફાર્મસીસ્ટ છે એ SigNETનો હેડ છે. ભરતભાઇ પાસે લંડન અને લૂટનમાં ૧૨ જેટલી કેમીસ્ટ દુકાનો છે.

જમૈકાના “સીગ્મા કોન્ફરન્સ"ના ઇવેન્ટ અોર્ગેનાઇઝર સીટી બોન્ડ ટ્રાવેલ એન્ડ ટૂર્સ હતા. સીટી બોન્ડના મેનેજિંગ ડાયરેક્ટર હિતેશભાઇ મહેતા અને જનરલ મેનેજર હિતેનભાઇ પિંડોલીયાએ ફલાઇટ્સ બુકીંગથી માંડી જમૈકાના અોછો રિયોસ ખાતે મૂન પેલેસના ભવ્ય રિસોર્ટસમાં સાત દિવસના ઇવેન્ટનું ખુબ સરસ રીતે અાયોજન કર્યું હતું. હિતેશ મહેતાએ જણાવ્યું કે, "કેનકૂન, થાઇલેન્ડ, મોરેશિયામાં યોજાયેલી સીગ્મા કોન્ફરન્સના ઇવેન્ટ અોર્ગેનાઇઝર પણ અમે (સીટીબોન્ડ) જ હતા.”


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter