સંજય મોઢવાડિયા સામે પુરાવાના અભાવે લેસ્ટર પોલીસે કાર્યવાહી પડતી મૂકી

Tuesday 11th June 2024 12:32 EDT
 
 

લંડનઃ સાથી કાઉન્સિલરને ધમકી આપવાના કેસમાં લેસ્ટર પોલીસે સંજય મોઠવાડિયા સામે પુરાવાના અભાવે કોઇ કાર્યવાહી ન કરવાનો નિર્ણય લીધો છે. નોર્થ ઇવિંગટનના કન્ઝર્વેટિવ કાઉન્સિલર અને ગયા વર્ષે મેયરની ચૂંટણીમાં ઝંપલાવનાર સંજય મોઢવાડિયા પર તેમના તત્કાલિન સાથી કન્ઝર્વેટિવ અને હાલ લેબર પાર્ટીમાં સામેલ થયેલા કાઉન્સિલર દીપક બજાજે ધમકી આપ્યાનો આરોપ મૂક્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, સંજય મોઢવાડિયાએ ધમકી આપ્યાનો કોઇ પુરાવો અમને આપવામાં આવ્યો નથી. બજાજે દાવો કર્યો હતો કે મોઢવાડિયાએ મને હિંસાની ધમકી આપી હતી પરંતુ મોઢવાડિયાએ બજાજના આરોપ નકારી કાઢ્યાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter