સખાવતી કાર્યો માટે ૮૦ વર્ષના બોબી ગ્રેવાલ ભારતમાં ૨૬૦૦ માઇલ ચાલશે

Tuesday 22nd September 2015 11:38 EDT
 
 

લંડનમાં વસતા ઇન્ડિયા એસોસિએશનના ચેરમેન અને ૮૦- વર્ષના બોબી ગ્રેવાલ અોક્ટોબરના અંતમાં ભારતના કન્યાકુયમારીથી દિલ્હી સુધીની ૨૬૦૦ માઇલની પગપાળા યાત્રાનો આરંભ કરનાર છે. બોબીસ વોક ફૂલ સર્કલ વોક ભારતના પૂર્વીય કિનારાના ચેન્નાઇ, મદુરાઇ, નેલ્લોર, વિશાખા પટ્ટનમ, ભુવનેશ્વર, કોલકાતા, ગયા, પટના, વારાણસી, લખનૌ, અલ્હાબાદ થઇને નવી દિલ્હી પહોંચશે. અોક્ટોબર ૨૦૧૫માં શરૂ થનારી આ પદયાત્રા માર્ચ ૨૦૧૬માં સમાપ્ત થશે અને તેમનો આશય £૧.૫ મિલિયનની રકમ એકત્ર કરવાનો છે. તેમાંથી તેઅો ગ્રેટ અોર્મન્ડ હોસ્પિટલ ચેરિટી, ધ પ્રિન્સ અોફ વેલ્સ ચેરીટી, ધ બ્રિટીશ એશિયન ટ્રસ્ટ તેમજ અડધી રકમ ભારતના વડાપ્રધાનના રાહત ફંડમાં આપશે.

બોબી ગ્રેવલ તેમની યાત્રા દરમિયાન હોટેલમાં રહેવાના બદલે કેરેવાનમાં રહેશે અને સ્થાનિક લોકો દ્વારા બનાવાયેલ ભોજન લેશે. તેમની આ યાત્રાનું ફીલ્માંકન રીમોટ કંટ્રોલ દ્વારા સંચાલિત ડ્રોન દ્વારા કરાશે જેથી સૌ ભારતના ખૂણે ખૂણાને જોઇ શકે.

તેમણે પદયાત્રામાં સ્ટર્લીંગ ડેન્ટલ ફાઉન્ડેશનને પણ પોતાના સાથે જોડ્યું છે અને સંસ્થાના ડેન્ટીસ્ટ, હાઇજીનીસ્ટ, ડોક્ટર્સ અને નર્સીસ રસ્તામાં આવનાર ગામડાઅો-શહેરોના લોકોની તપાસ કરીને સૌને દાંત અને તેની બીમારીઅો અંગે માર્ગદર્શન આપશે. સંપર્ક: 020 8123 8845.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter