લંડનઃ સગીરાઓને દારૂ અને ડ્રગ આપીને બળાત્કાર કરનારા અબાલઝક સાલિહ અને સૈફ કાહ્યાને લાંબી મુદતની કેદ ફટકારવામાં આવી છે. પ્લાયમાઉથના સાલિહને બે સગીરાઓ પર બળાત્કાર માટે 19 વર્ષ અને લીવરપૂલના કાહ્યાને એક સગીરા પર બળાત્કાર માટે 12 વર્ષ કેદની સજા કરાઇ છે. આ ઘટના વર્ષ 2017ની છે. તે ઉપરાંત લંડનના 35 વર્ષીય એન્થની અનંતરાજાને 16 વર્ષી સગીરા પર બળાત્કાર કરવા માટે દોષી ઠેરવાયો હતો. આ ત્રણે અપરાધીએ પ્લાયમાઉથ ક્રાઉન કોર્ટમાં તેમના પર મૂકાયેલા આરોપો નકારી કાઢ્યાં હતાં. ચાર સગીર પીડિતાઓ પૈકીની એકે બીબીસી ડ્રામા થ્રી ગર્લ્સ જોયા બાદ પોલીસને પુરાવા આપ્યા બાદ આ નરાધમોના અપરાધ સામે આવ્યા હતા.