લંડનઃ બીબીસી ડ્રામા જોઇને હિંમત મેળવનાર એક સગીરાએ પુરાવા આપ્યા બાદ કન્યાઓ પર બળાત્કાર ગુજારનાર એક ગ્રુમીંગ ગેંગને ઝડપી લેવામાં આવી હતી. પ્લાયમાઉથના 31 વર્ષીય અબાલઝાક સાલિહ, લીવરપૂલના 32 વર્ષીય સૈફ કાહ્યા અને લંડનના 35 વર્ષીય એન્થની અનંતરાજાને પાંચ સપ્તાહની સુનાવણી બાદ પ્લાયમાઉથક્રાઉન કોર્ટ જ્યુરી દ્વારા દોષી ઠેરવવામાં આવ્યા હતા. આ નરાધમો સગીરાઓને હાઉસ પાર્ટીમાં ડ્રગ્સ અને ડ્રીંક્સ આપીને બળાત્કાર ગુજારતા હતા.
બીબીસી ડ્રામા જોયા બાદ એક પીડિતાએ સાહસ કરીને પોલીસને મહત્વના પુરાવા આપ્યા બાદ આ ગ્રુમીંગ ગેંગનો પર્દાફાશ થયો હતો. 2017માં પ્લાયમાઉથમાં આ નરાધણો પાર્ટીઓનું આયોજન કરતાં અને સગીરાઓને દારૂ તથા ડ્રગ્સ માટે નાણા આપતાં અને ત્યાબાદ ત્યાં હાજર પુરુષો તેમનું જાતીય શોષણ કરતાં હતાં.
સાલિહને 15 વર્ષની સગીરા પર બળાત્કારના બે આરોપ, કાહ્યાને 16 વર્ષની કન્યા પર બળાત્કારના એક આરોપ અને અનંતરાજાને 16 વર્ષની કન્યા પર બળાત્કારના આરોપસર દોષી ઠેરવવામાં આવ્યા છે.