ઈંગ્લેન્ડના ડરહામ નોર્ફોમાં રહેતા ઈયાન ઓઝર્સ ઈંગ્લિશ ફૂટબોલ ટીમનો ભારે પ્રશંસક છે. આથી ટીમ જ્યાં પણ રમવા જાય છે ત્યાં તે પણ સાથે જાય છે અને પરત ફરે છે ત્યારે તે દેશના વિસા સ્ટેમ્પ પોતાના શરીર ૫૨ છૂંદાવે છે. યાત્રાને યાદગાર બનાવવા માટે તેણે આ પદ્ધતિ અપનાવી છે. હવે તે હ્યુમન પાસપોર્ટ જેવો દેખાય છે. છેલ્લાં 10 વર્ષમાં તે ઈંગ્લેન્ડની એક પણ મેચ ચૂક્યો નથી. તાજેતરમાં તેણે કતારમાં યોજાયેલા ફિફા વર્લ્ડ કપ સહિત કુલ 5 ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટ જોઈ છે. ઈયાન કહે છે કે તમારી સફરને યાદગાર બનાવવા માટે આનાથી વધુ સારી રીત બીજી કોઈ હોઈ જ ન શકે. ઇયાન કહે છે કે, દરેક ટેટુ ખાસ યાદ ધરાવે છે. ઇંગ્લેન્ડ ફુટબોલ ટીમની મોટા ભાગની મેચો નિહાળવા માટે તેઓ પહોંચી જાય છે. તેમના ટેટુને લઇને ક્રેઝની બ્રિટનનાં લોકોમાં પણ છેલ્લા કેટલાક સમયથી ચર્ચા છે.