આપના લોકપ્રિય અને વાચવાનું સદાય ગમે તેવા 'ગુજરાત સમાચાર' સાપ્તાહિકને વધુ લોકભોગ્ય, સત્વશીલ અને સમાચારોથી સભર બનાવવા માટે અમે સૌ વાચકોને, મંદિરો તેમજ સંસ્થાઅોના હોદ્દેદારોને તેમની સંસ્થાઅોના સામાજીક, ધાર્મિક અને શૈક્ષણીક કાર્યક્રમો, સમાચારો અને અન્ય માહિતી વિના મૂલ્યે પ્રસિધ્ધ કરવાની અમે ફરજ માનીએ છીએ. આ બાબતમાં હવે સમય મર્યાદા નિયત કરી છે. આજ રીતે વાચક મિત્રો તરફથી રજૂ થતા પ્રતિભાવો એટલે કે તમારી વાતના પત્રોના વિભાગ માટે આવતા પત્રોની સમય મર્યાદા પણ નિયત કરી છે.
આમ હવેથી આગામી સપ્તાહના 'ગુજરાત સમાચાર'માં પ્રકાશિત કરવા માટેના સંસ્થા સમાચાર કે કાર્યક્રમોના સમાચાર, વાચકો દ્વારા રજૂ થતા પત્રો ગુજરાત સમાચાર પ્રકાશિત થાય તેના એક સપ્તાહ પૂર્વે એટલે કે શુક્રવારની સાંજના ૬-૦૦ પહેલા મોકલવા નમ્ર વિનંતી છે. દા. ત. ૧૪મી મે, ૨૦૧૬ના અંકમાં પ્રકાશીત કરવાના સમાચાર આપે તા. ૬ મે, ૨૦૧૬ સાંજના ૬-૦૦ પહેલા મોકલવાના રહેશે. આપ જે તે કાર્યક્રમનું આયોજન કરો તે પછી તુરંત જ અમને તેની જાણ કરશો તો જ આપના કાર્યક્રમોને સુયોગ્ય પ્રસિધ્ધી મળશે.
આપની સંસ્થા, મંદિરના સમાચાર, કાર્યક્રમો કે સંસ્થા સમાચાર ન્યુઝ એડિટર શ્રી કમલ રાવને Gujarat Samachar, Karmayoga House, 12 Hoxton Market, London N1 6HW પોસ્ટ દ્વારા, ફેક્સ નં. 020 7749 4081 દ્વારા કે પછી [email protected] પર ઇ-મેઇલ દ્વારા મોકલવા નમ્ર વિનંતી છે. વધુ માહિતી માટે સંપર્ક: કમલ રાવ 020 7749 4001 / 07875 29 211.
ફરી એક વાત ભૂલશો નહિં સમાચાર મોકલવાની સમય મર્યાદા શુક્રવારની સાંજના ૬-૦૦ની છે.