સાઇકલ પર ૧૬ દેશોનો પ્રવાસ

Wednesday 05th June 2019 06:04 EDT
 
 

તસવીરમાં જોવા મળતા દંપતી સાઇકલ પર ૧૬ દેશ ફરી વળ્યા છે તેવું કોઇ કહે તો માનો ખરા?! જોકે તમે માનો કે ન માનો, પરંતુ આ ૬૬ વર્ષીય પીટર લોય અને તેમના ૪૪ વર્ષીય પત્ની ક્રિસ તાજેતરમાં જ સ્વદેશ ઇંગ્લેન્ડ પરત ફર્યા છે. બન્ને જાન્યુઆરી ૨૦૧૭માં સાઇકલ પર સવાર થઇને વિવિધ દેશોની યાત્રાએ નીકળ્યાં હતાં. આ દરમિયાન સાઇકલ પરથી પડી જવાને કારણે પીટરની જાંઘમાં ફ્રેક્ચર પણ થયું હતું, છતાં તેમણે ૭ મહિના પછી ફરી યાત્રા શરૂ કરી હતી અને ૧૯,૦૦૦ કિલોમીટરનું અંતર કાપીને ૧૬ દેશો ફરી
વળ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter