સાઉથ હોલની કેશ એન્ડ કેરીને 30,000 પાઉન્ડનો દંડ

Tuesday 07th May 2024 12:44 EDT
 

લંડનઃ સાઉથહોલની કેશ એન્ડ કેરીને 30,000 પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઇલિંગ કાઉન્સિલના અધિકારીઓ દ્વારા કરાયેલી તપાસમાં આ સ્થળે કર્મચારીઓ ભયજનક સ્થિતિમાં કામ કરી રહ્યાં હતાં. ડિસેમ્બર 2021માં બોઇંગ વે ખાતે આવેલી ફેર ડીલ કેશ એન્ડ કેરી લિમિટેડ કંપનીમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ગ્લાસ રૂફ પેનલો નુકસાન પામેલી હતી જેના કારણે કોઇપણ કર્મચારીને ગંભીર ઇજા થઇ શક્તી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter