લંડનઃ સાઉથપોર્ટ હત્યાકાંડમાં દોષી ઠરેલા એક્સેલ રુડાકુબાનાને કરાયેલી 52 વર્ષ જેલની સજાની કોર્ટ ઓફ અપીલ દ્વારા સમીક્ષા કરવાની માગને એટર્ની જનરલે નકારી કાઢી છે. જુલાઇ 2024માં સાઉથપોર્ટમાં એલ્સી ડોટ, બેબે કિંગ અને એલિસ દ સિલ્વાની હત્યા માટે 18 વર્ષીય રુડાકુબાનાને લઘુત્તમ 52 વર્ષ કેદ ફટકારવામાં આવી હતી.
લોર્ડ હર્મર કેસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સ્વતંત્ર કાયદાકીય સલાહ, અગ્રણી ક્રિમિનલ બેરિસ્ટરો અને ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ સાથેની ચર્ચા વિચારણા બાદ કોર્ટ ઓફ અપીલને આ કેસ નહીં સોંપવાનો નિર્ણય લેવાયો છે. કોઇ નથી ઇચ્છતું કે પીડિત પરિવારોને ફરી એકવાર કોર્ટની પીડાદાયક પ્રક્રિયામાંથી પસાર થવું પડે.