૩૦ વર્ષની જેમ્મા આર્ટરટન હોલીવુડ ફિલ્મોમાં પોતાના અદ્ભુત કામણ પાથરે છે. આ અભિનેત્રીએ તસવીરમાં પહેર્યો છે તે ડ્રેસને સાડી કહી શકાય? આજકાલ ભારતીય વસ્ત્ર સાડીના જેવી જ લાગે એવી ઢબના વસ્ત્રો ફેશન ડિઝાઇનર દ્વારા નિર્મણ કરવામાં આવે છે અને તે ખરેખર લોકોમાં અનેરૂ આકર્ષણ પણ ઉભુ કરે છે.
ગ્રેવ્સેન્ડમાં જન્મેલ જેમ્મા આર્ટરટન ક્લીનર માતા અને વેલ્ડર પિતાનું સંતાન છે અને તેણે કોમેડી ફિલ્મ સેન્ટ ટ્રીનીયન્સથી ઇંગ્લીશ ફિલ્મોમાં પદાપર્ણ કર્યું હતું અને ૨૦૦૮માં રીલીઝ થયેલી જેમ્સ બોન્ડ સિરીઝની 'કોન્ટમ અોફ સોલેસ' ફિલ્મમાં તેને જોરદાર બ્રેક મળ્યો હતો.