લંડનઃ ધ સન્ડે ટાઈમ્સ દ્વારા પ્રકાશિત ‘ધ ટોપ ટ્રેક ૧૦૦’ યાદીમાં સાત બ્રિટિશ એશિયન કંપનીઓને સ્થાન અપાયું છે. આ યાદીમાં બ્રિટનની સૌથી મોટી ખાનગી કંપનીઓને તેમના વેચાણ આંકડાને ધ્યાનમાં રાખી વર્ગીકૃત કરાય છે, જેનાથી તેમના કદનો નિર્દેશ મળી શકે છે.
બ્રિટિશ એશિયન કનેક્શન સાથેની સાત કંપનીઓ આ મુજબ છેઃ
ક્રમ- કંપની શેરહોલ્ડર્સ એક્ટિવિટી HQ સેલ્સ (£) નફો (£)
૬ યુરો ગેરેજીસ ફ્યુલ સુબેર-મોહસિન ઈસા ફોરકોર્ટ ઓપરેટર બ્લેકબર્ન ૩૮૧૭ મિ. ૩૬૭.૯ મિ.
૮ બેસ્ટવે ગ્રૂપ સર અનવર પરવેઝ ફેમિલી કોન્ગ્લોમેરેટ વેસ્ટ લંડન ૩૩૪૧ મિ. ૫૫૮ મિ.
૯ સિસ્ટર્સ ફૂડ ગ્રૂપ બલજિન્દર-રણજિત બોપારાન ફૂડ પ્રોડ્યુસર બર્મિંગહામ ૩૧૩૦ મિ. ૧૭૬ મિ.
૨૬ વેસ્ટકોસ્ટ જો હામાની ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ રીડિંગ ૧૯૧૩ મિ. ૨૫ મિ.
૩૮ નેટલૂક ફેશન ટોમસિંહ-પાર્ટનર્સ રીટેઈલર સેન્ટ્રલ લંડન ૧૪૫૫ મિ. ૧૩૮ મિ.
૪૩ લાયકામોબાઈલ સુબાસકરન અલીરાજાહ ટેલીકોમ પ્રોવાઈડર સેન્ટ્રલ લંડન ૧૩૦૦ મિ. ----મિ.
૯૩ ધામેચા ફૂડ્સ ધામેચા ફેમિલી કેશ એન્ડ કેરી વેસ્ટ લંડન ૬૮૪ મિ. ૧૭ મિ.
આ કંપનીઓને અનરાઉન્ડેડ વેચાણ આંકડાથી ક્રમ અપાયો છે, જેમાં પૂર્ણકાલીન સ્ટાફની ઓછામાં ઓછી સંખ્યા ૧૦૦ હોવી જરૂરી છે. જોકે, તેને નફો થયો હોય તેને ગણતરીમાં લેવો આવશ્યક નથી. આ અહેવાલ માટે બ્યુરો વાન ડિક્સ ફેમ એન્ડ એક્સપરિયાન્સ માર્કેટ IQ, અપ-ટુ-ડેટ ડ્રાફ્ટ એકાઉન્ટ્સ, મેનેજમેન્ટ એકાઉન્ટ્સના અંશ, પ્રો ફોર્મા એકાઉન્ટ્સ તેમજ દરિયાપારના વિસ્તારોમાં ફાઈલ કરાયેલા એકાઉન્ટ્સના સ્રોત ધ્યાને લેવાયાં છે.