લંડનઃ લોર્ડ નવનીત ધોળકિયાએ સામાજિક સંવાદિતા પરની ચર્ચાને આવકારતાં પૂર્વ વડાપ્રધાન હેરોલ્ડ વિલ્સનના કાર્યકાળમાં રચાયેલ નેશનલ કમિટી ફોર કોમનવેલ્થ ઇમિગ્રન્ટ્સને યાદ કરી હતી. તત્કાલિન આર્ચબિશપ ઓફ કેન્ટરબરી અને ડો. માઇકલ રામસેના નેતૃત્વમાં સામાજિક સંવાદિતા માટે ચર્ચ દ્વારા કરાયેલા કાર્યને પણ તેમણે બિરદાવ્યું હતું.
બ્રિટિશપણાની અગાઉની વ્યાખ્યાનો પુનરોચ્ચાર કરતાં લોર્ડ ધોળકિયાએ જણાવ્યું હતું કે, એક બ્રિટિશ હોવું એટલે જર્મન કાર ચલાવીને આઇરિશ પબમાં જવું, ત્યાં બેલ્જિયન બીયર પીવો, ત્યાંથી ઇન્ડિયન કરી લઇને ઘેર આવવું અને જાપાનિઝ ટીવી પર અમેરિકન શો જોવાં. પરંતુ તેમાં કશું વિદેશી હોવાની લાગણી થતી નહોતી.
તેમણે જણાવ્યું હતું કે, આજે આ મોડર્ન કલ્ચર આપણી રાષ્ટ્રીય ઓળખની આસપાસની મૂંઝવણને દૂર કરે છે. જૂની રાજકીય ડાબેરી અને જમણેરી ચોક્કસતાઓ આધુનિક બ્રિટનમાં ઓછી સ્પષ્ટ છે જે રાજકીય નેતાઓને અપરાધ સામે આકરું વલણ અપનાવવા અને સામાજિક સંવાદિતાને પ્રોત્સાહન આપવા પ્રેરે છે.
વધુ આગળ વધતાં લોર્ડ ધોળકિયાએ જણાવ્યું હતું કે સામાજિક સંવાદિતાની ભાવના મારા મતે સંકુચિત છતાં વ્યૂહાત્મક નથી. તે એક વિશાળ શક્તિશાળી નદી જેવી છે જે રણની રેતીમાં અદ્રશ્ય થઇ જાય છે. અંગ્રેજ કે બ્રિટિશ હોવું અને સહિયારી ઓળખની ભાવના પર ચર્ચા અને સહમતિ હોઇ શકે છે પરંતુ વ્યક્તિત્વને પ્રોત્સાહન અપવા કરતાં ઓછી જરૂરી છે. વિવિધતા, મુક્ત વિચારો અને માન્યતા, વ્યવહારની બહુલતાની ભાવનાઓની વિરુદ્ધ સાહજિક હતી જે બંને વચ્ચે સમાધાન કરવામાં અસમર્થ છે.