લંડનઃ પેલેસ્ટાઇન તરફી રેલીમાં તત્કાલિન વડાપ્રધાન રિશી સુનાક અને હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેનને નાળિયેર જેવા દર્શાવવા માટે 37 વર્ષીય શિક્ષિકા મારિહા હુસૈનને દોષમુક્ત જાહેર કરાઇ છે. બકિંગહામશાયરની મારિહાએ વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં તેના પર મૂકાયેલા આરોપને નકારી કાઢ્યો હતો. તેના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, મારિહા દ્વારા પ્રદર્શિત કરાયેલું પ્લે કાર્ડ રેસિસ્ટ નહોતું પરંતુ તેમાં કટાક્ષ કરાયો હતો. સરકારી વકીલ જોનાથાન બ્રાયને દલીલ કરી હતી કે નાળિયેર જાણીતી વંશીય ભેદભાવની ટિપ્પણી છે. મારિહાએ વંશીય અપમાન કરીને લક્ષ્મણરેખાનું ઉલ્લંઘન કર્યું હતું.