લંડનઃ સેપ્સિસ જેવી ગંભીર બીમારીમાંથી પસાર થનાર હજિરા પિરાણી દક્ષિણ લેસ્ટરના હારબરો, ઓડબી એન્ડ વિગ્સટનની બેઠક પરથી લેબર પાર્ટીના ઉમેદવાર છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં મૂળ ધરાવતા પિરાણી કહે છે કે 76 વર્ષ પહેલાં એનએચએસની સ્થાપના કરનાર લેબર પાર્ટી જ એનએચએસમાં વેઇટિંગ લિસ્ટ ઘટાડી શકે છે. તેથી જ હું લેબર પાર્ટીમાંથી ઉમેદવારી કરી રહી છું. પિરાણીને આશા છે કે આગામી ચૂંટણીમાં લેબર પાર્ટી કન્ઝર્વેટિવને પરાસ્ત કરશે. આપણે બધાએ બદલાવ માટે એક થઇને અવાજ ઉઠાવવો જોઇએ. દેશમાં સ્થિરતા લાવવા લેબર પાર્ટી માટે સમય આવી ગયો છે.