લંડનઃ સ્કોટલેન્ડમાં અલગ રાષ્ટ્રની હિમાયતી એવી સ્કોટિશ નેશનાલિસ્ટ પાર્ટી (એસએનપી)નો કારમો પરાજય થયો છે. કુલ 57 બેઠક પૈકીની 48 બેઠકો પર ઉમેદવારી કરનાર એસએનપીના ફક્ત 09 ઉમેદવાર હાઉસ ઓફ કોમન્સ સુધી પહોંચવામાં સફળ રહ્યાં છે. 2010 પછી સ્કોટલેન્ડમાં એસએનપીનો આ સૌથી બદતર દેખાવ રહ્યો છે. 2019ની સંસદની ચૂંટણીમાં એસએનપીના 48 સાંસદ ચૂંટાઇ આવ્યાં હતાં જેની સામે આ વખતે પાર્ટીને 10 બેઠક પણ પ્રાપ્ત થઇ નથી. સ્કોટલેન્ડમાં લેબર પાર્ટીએ તેનો ઝંડો ફરકાવી દીધો છે અને તેને 57 બેઠકમાંથી 00 બેઠક પર વિજય પ્રાપ્ત થયો છે. ગ્લાસગોની તમામ 6 બેઠક પર લેબર પાર્ટીના ઉમેદવાર વિજયી થયાં છે.
સીનિયર નેતાઓએ આપેલા સંકેત પ્રમાણે એસએનપીના કારમા પરાજયના કારણે આઝાદીનો મુદ્દો પાર્ટીએ હવે અભેરાઇ પર ચડાવી દેવો પડશે. સ્કોટલેન્ડના એસએનપીના ફર્સ્ટ મિનિસ્ટર જ્હોન સ્વીની અને વેસ્ટમિન્સ્ટર ખાતે એસએનપીના નેતા સ્ટીફન ફ્લિને જણાવ્યું હતું કે, મતદારોએ અલગ રાષ્ટ્રની માગને નકારી કાઢી છે. સ્કોટલેન્ડમાં લેબર પાર્ટીનો જનાધાર લગભગ બમણો થઇ ગયો છે.
સ્કોટલેન્ડના પરિણામ
લેબર પાર્ટી – 37 બેઠક
એસએનપી – 09 બેઠક
લિબરલ ડેમોક્રેટ – 05 બેઠક
કન્ઝર્વેટિવ પાર્ટી – 05 બેઠક