લંડનઃ સ્કોટલેન્ડમાં નવો હેટ ક્રાઇમ કાયદો અમલમાં આવી ગયો છે પરંતુ જે કે રોલિંગ અને ઇલોન મસ્ક સહિત ઘણાએ તેનો વિરોધ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે આ કાયદાને કારણે વાણી સ્વાતંત્ર્યને હાનિ પહોંચશે. વરિષ્ઠ અધિકારીઓએ પણ ચિંતા વ્યક્ત કરી હતી કે આ કાયદાના કારણે ઓનલાઇન પોસ્ટ અંગેની ફરિયાદોનું ઘોડાપૂર આવશે. પરંતુ સ્કોટિશ સરકારે જણાવ્યું હતુંકે, આ કાયદો હેટ ક્રાઇમ સામે રક્ષણ આપશે.