સ્ટાર્મર 58મા વડાપ્રધાન, કેબિનેટની જાહેરાત સાથે સત્તા સંભાળી

સ્ટાર્મરની કેબિનેટની જાહેરાત, 11 મહિલા સહિત 25 મંત્રી લેબર સરકારનું સુકાન સંભાળશે, રાચેલ રીવ્ઝ યુકેના પ્રથમ મહિલા ચાન્સેલર, શબાના માહમૂદ અને લિસા નંદીને મહત્વની જવાબદારી

Saturday 06th July 2024 03:10 EDT
 
 

લંડનઃ સંસદની ચૂંટણીમાં પ્રચંડ વિજય હાંસલ કર્યા બાદ લેબર પાર્ટીના વડા સર કેર સ્ટાર્મર બ્રિટનના 58મા વડાપ્રધાન બન્યાં છે. શુક્રવારે મોટાભાગના પરિણામો જાહેર થઇ ગયા બાદ સર કેર સ્ટાર્મરે બકિંગહામ પેલેસ ખાતે કિંગ ચાર્લ્સ સાથે મુલાકાત કરીને વડાપ્રધાનપદનો દાવો રજૂ કર્યો હતો. કિંગ ચાર્લ્સ દ્વારા વડાપ્રધાનપદે નિયુક્તની મહોર લાગ્યા બાદ સર કેર સ્ટાર્મર બ્રિટનના વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે તેમની 25 મંત્રીઓની કેબિનેટની જાહેરાત કરી હતી. જેમાં 11 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. સર કેર સ્ટાર્મરે તેમના ચાન્સેલર તરીકે રાચેલ રીવ્ઝની નિયુક્તિ કરી છે. આમ તેઓ યુકેના પ્રથમ મહિલા ચાન્સેલર બનવાનું બહુમાન ખાટી ગયા છે. શનિવારે સ્ટાર્મર કેબિનેટની પ્રથમ બેઠક યોજાઇ હતી.

ટીમ સર કેર સ્ટાર્મર

  • સર કેર સ્ટાર્મર – વડાપ્રધાન
  • એન્જેલા રેયનર – નાયબ વડાપ્રધાન, સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર લેવલિંગ અપ, હાઉસિંગ અને કોમ્યુનિટીઝ
  • રાચેલ રીવ્ઝ – ચાન્સેલર ઓફ ધ એક્સચેકર
  • પેટ મેકફેડન – ચાન્સે લર ઓફ ધ ડચી ઓફ લેન્કેસ્ટર
  • ડેવિડ લેમી – સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ અફેર્સ
  • યવિટ્ટ કૂપર – સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ધ હોમ ડિપાર્ટમેન્ટ
  • જ્હોન હીલી – સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ડિફેન્સ
  • શબાના માહમૂદ – લોર્ડ ચાન્સેલર એન્ડ સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર જસ્ટિસ
  • વેસ સ્ટ્રીટિંગ – સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર હેલ્થ એન્ડ સોશિયલ કેર
  • બ્રિજેટ ફિલિપસન – સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર એજ્યુકેશન
  • એડ મિલિબેન્ડ – સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર એનર્જી સિક્યુરિટી એન્ડ નેટ ઝીરો
  • લિઝ કેન્ડોલ - સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર વર્ક એન્ડ પેન્શન
  • જોનાથાન રેનોલ્ડ્સ - સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડ
  • પીટર કાયલે - સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર સાયન્સ, ઇનોવેશન એન્ડ ટેકનોલોજી
  • લૂઇસ હેઇ - સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ટ્રાન્સપોર્ટ
  • સ્ટીવ રીડ - સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર એન્વાયરમેન્ટ, ફૂડ એન્ડ રૂરલ અફેર્સ
  • લિસા નંદી - સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર કલ્ચર, મીડિયા એન્ડ સ્પોર્ટ
  • હિલેરી બેન્ન - સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર નોર્ધન આયર્લેન્ડ
  • ઇયાન મરે - સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર સ્કોટલેન્ડ
  • જો સ્વીન્સ - સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર વેલ્સ
  • લ્યુસી પોવેલ – લોર્ડ પ્રેસિડેન્ટ ઓફ ધ કાઉન્સિલ એન્ડ લીડર ઓફ ધ હાઉસ ઓફ કોમન્સ
  • એલન કેમ્પબેલ – ચીફ વ્હીપ ઇન હાઉસ ઓફ કોમન્સ
  • ડેર્રેન જોન્સ – શેડો ચીફ સેક્રેટરી ટુ ધ ટ્રેઝરી
  • રિચર્ડ હર્મર – એટર્ની જનરલ

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter