લંડનઃ સંસદની ચૂંટણીમાં હોટ ફેવરિટ મનાતી લેબર પાર્ટીના નેતા સર કેર સ્ટાર્મરે બ્રિટિશ મતદારોને બદલાવનું આહવાન કરતો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. બ્રિટનના પુનઃનિર્માણ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા લેબર પાર્ટીએ આવકવેરો, નેશનલ ઇન્શ્યુરન્સ અને વેટમાં કોઇ વધારો નહીં કરવાનું વચન આપ્યું હતું..